Vadodara

મેલબોર્નમાં યોજાનારી ‘Melbourne Meets Modi’ ઇવેન્ટમાં વડોદરાના યોગેશભાઈ અધ્યારૂ લેશે ભાગ.

ભાણિયાના લગ્ન પ્રસંગે ઓસ્ટ્રેલિયા પહોંચેલા જિલ્લા ભાજપા મહામંત્રીને વિદેશની ધરતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની ઐતિહાસિક ઇવેન્ટમાં જોડાવાનો મળશે ગૌરવપૂર્ણ અવસર

વડોદરા, તા. 8:
વડોદરા જિલ્લા ભાજપાના મહામંત્રી અને છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવતા યોગેશભાઈ અધ્યારૂ હાલમાં પોતાના ભાણિયાના લગ્ન પ્રસંગે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં છે.
આ દરમિયાન તેમને જાણ થઈ કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. 9 જુલાઈએ મેલબોર્નમાં યોજાનારી “Melbourne Meets Modi” ઇવેન્ટમાં ઉપસ્થિત રહેવાના છે. આ સમાચાર મળતાં જ યોગેશભાઈએ ઇવેન્ટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
યોગેશભાઈ અધ્યારૂએ જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી ભાજપના કાર્યકર્તા તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવવાનો અવસર મળ્યો છે અને આજે વિદેશની ધરતી પર દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને સાંભળવા તથા આ ઐતિહાસિક કાર્યક્રમનો હિસ્સો બનવાની તક મળવી તેમના માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, “વિદેશમાં રહીને દેશના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનારી આ ઐતિહાસિક ઇવેન્ટમાં જોડાવાનો અવસર મારા માટે જીવનનો યાદગાર અનુભવ બનશે.”

Most Popular

To Top