પત્નીએ પતિને પોતાની સગી સગીર દીકરી સાથે દુષ્કર્મ કરતાં રંગેહાથે ઝડપી પાડ્યો,
ઘરેલુ ઝઘડા બાદ માતા બહેન સાથે ઘરેથી પરત ફરતાં ભયાનક દૃશ્ય જોઈ ચોકી ઉઠી, નારાધનપિતા સ્થળ પરથી ભાગી ગયો,
વડોદરા તા 30
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના એક ગામમાં માનવતાને શરમાવે તેવી ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. નરાધમ પિતા દ્વારા પોતાની જ સગીર બાળકી દીકરી પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ છે. ઘરેલુ ઝઘડાને કારણે ઘર છોડીને સગાંના ઘરે ગયેલી માતા જ્યારે મધરાતે પોતાની સગીર દીકરીને લેવા ઘરે પરત ફરી ત્યારે તેણે પોતાના જ પતિને સગીર દીકરી પર દુષ્કર્મ કરતાં રંગે હાથ ઝડપી પાડ્યો હતો. માતા અને માસીને જોઈ આરોપી પિતા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાના આધારે પોલીસે POCSO સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ન રાધન પિતાની શોધખોળ શરૂ કરી છે.
ડેસર તાલુકાના એક ગામમાં રહેતી મહિલાનો 28 જૂનના રોજ સાંજે પતિ સાથે ઘરેલુ બાબતે ઝઘડો થયો હતો. વધુ વિવાદ ન વધે તેના માટે મહિલા ઘર છોડીને પોતાની એક સંબંધીના ઘરે ચાલી ગઈ હતી. તે સમયે ઘરે તેની સગીર દીકરી અને નાનો પુત્ર હાજર હતા.
રાત્રે મહિલાએ પોતાની બહેન અને બનેવીને જાણ કરતાં તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ મધરાતે મહિલા અને તેની બહેન બાળકોને લેવા ઘરે પરત ફર્યા હતા. ઘરમાં પ્રવેશતા જ તેઓ ચોંકી ઉઠ્યા હતા. મહિલાએ પોતાના પતિને સગીર દીકરી સાથે દુષ્કર્મ આ ચરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. દીકરી ની હાલત જોઈને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આરોપી કપડાં પહેરતો પહેરતો સ્થળ પરથી ભાગી ગયો હતો.
મહિલાના જણાવ્યા પ્રમાણે, દીકરીના મોઢામાં કપડાનો ડૂચો ભરાયેલો હતો. તેને કપડાં પહેરાવી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી હતી. બાદમાં સગીરે માતા અને માસીને જણાવ્યું હતું કે પિતાએ જબરદસ્તી કપડા કરાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને તેના મોઢામાં કપડાનો ડૂચો ભરી વિરોધ કરવાની તક પણ આપી નહોતી.
આ ઘટનાના આધારે માતાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે POCSO એક્ટ તથા અન્ય સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.