Charchapatra

વિશ્વ પર્યાવરણ દિન

તારીખ 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવીએ છીએ ત્યારે પર્યાવરણને બચાવવા જે કંઈ ઝુંબેશ ઉપાડવી પડે તો જરૂરી કાયૅવાહી હાથ ધરવી જોઈએ. વધુ વૃક્ષ વાવો ની ઝુંબેશ અને વૃક્ષને કપાતાં બચાવવાં જોઈએ. પર્યાવરણ બચાવવા નદીઓ પણ સ્વચ્છ રાખવાની તમામની ફરજ છે. દૂષિત, ગંદુ, કેમિકલયુક્ત પાણી નદીમાં ન છોડવું જોઈએ. નાની પ્લાસ્ટિકની વસ્તુઓ, મેડીકલ સર્જીકલ વસ્તુઓનો યોગ્ય સ્થળે નિકાલની વ્યવસ્થા થવી જોઈએ. વાતાવરણમાં ઑક્સિજન ભળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે તો ઑક્સિજનના અભાવે માનવમૃત્યુ ટાળી શકાય.

કોરોના કાળ દરમિયાન ઑક્સિજનની જ વધુ માત્રામાં જરૂર પડી હતી. માનવજીવનને યોગ્ય સમય સુધી ટકાવવા માટે હવા શુદ્ધ અને પીવાનું પાણી તો ચોખ્ખું જ દરેક નાગરિકને ઉપલબ્ધ કરાવવું જોઈએ. પર્યાવરણની મહત્તા અત્યારે ન સમજીશું તો આવનારું ભવિષ્ય ધૂંધળું હશે એમાં બે મત નથી માટે પર્યાવરણ દિન નિમિતે વધુ વૃક્ષ વાવો, હવામાં પ્રદૂષણ ન ફેલાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે તો એક જ સૂત્ર અમલમાં મૂકીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તંદુરસ્ત જીવન રાખવા માટે નદીને સ્વચ્છ રાખીએ. સ્વચ્છ ભારત મિશનને આગળ ધપાવીએ.
સુરત  -ચંદ્રકાન્ત રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કોમ્પ્યુટરથી ઓછા માણસોથી કામ થાય છે
નવી રીક્રુટમેન્ટ બંધ થઈ ગઈ છે. પચાસ કલાકને બદલે ફક્ત આખી બેંક લગભગ દસ માણસથી ચાલે છે. કોમ્પ્યુટરાઈઝ પહેલાં જાડા જાડા લેજરે દર વર્ષે બદલાતા. આથી બેંકો પર અસહ્ય ખર્ચ વેઠવો પડતો. કોમ્પ્યુટરાઈઝડથી ઓછી સ્ટેશનરીથી લગભગ લેજરોનો બોજો હળવો થઈ ગયો. એપ્લીકેશન ફોર્મમાં વારંવાર ફેરફાર થતાં રહે છે. આથી અગાઉથી જથ્થાબંધ છપાતાં ફોર્મ લગભગ વસ્તીમાં જતા હોય છે. RBIની ગાઈડ લાઈન પ્રમાણે દરેક ફોર્મ ફોરમેટના ડેટા અગાઉથી ફીડ કરેલા હોય છે. જરૂરિયાત પ્રમાણે જોઈતા પ્રમાણમાં જ ફોર્મના ફોર્મેટના ડેટા પરથી મેળવી શકાય. જથ્થાબંધ ફોર્મ છપાવવાની જરૂર જ નથી.
અડાજણ        -અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top