Gujarat

અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુ શાહની વરણી

અમદાવાદ:

અમદાવાદ મનપામાં ભાજપની નવા પદાધિકારીની ટીમની આજે સત્તાવાર વરણી કરવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલી અમદાવાદ મનપાની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં હવે નવી નેતૃત્વ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદના પ્રથમ નાગરિક મેયર તરીકે હિતેશ કાંતિલાલ બારોટની વરણી કરવામાં આવી છે.

જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે જશુ ઠાકોર તથા દંડક તરીકે અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે.

નવી નિયુક્ત ટીમ આજથી સત્તાવાર રીતે પોતાના કાર્યકાળનો પ્રારંભ કરી શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક કેન્દ્રિત વહીવટ માટે જવાબદારીઓ સંભાળશે. અમદાવાદ શહેરમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ટ્રાફિક મેનેજમેન્ટ, સ્વચ્છતા વ્યવસ્થા, પાણી પુરવઠો, આરોગ્ય સેવાઓ, ગ્રીન ડેવલપમેન્ટ તથા નાગરિક સુવિધાઓના વધુ સશક્તિકરણ માટે આગામી સમયમાં વધુ ગતિથી કામગીરી હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છેકે, અમદાવાદના નાગરિકોએ ભાજપ પર સતત વિશ્વાસ વ્યક્ત કરી શહેરના વિકાસ માટે એક વાર ફરીથી સેવા કરવાની તક આપી છે. નવી પદાધિકારીની ટીમ પણ સુશાસન, પારદર્શિતા અને પ્રજાલક્ષી અભિગમ સાથે વિકાસયાત્રાને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે કાર્ય કરશે.

Most Popular

To Top