28મીએ જાહેર રજાને કારણે રાજ્ય સ્વાગતના આયોજનમાં ફેરફાર થયો
ગાંધીનગર:
રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ-રજૂઆતોના ઓનલાઈન નિવારણનો દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતો મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આ વખતે 29 મે ને શુક્રવારના દિવસે યોજાશે.
રાજ્ય સરકારે ગુરુવાર તા. 28મી મેના જાહેર કરેલી બકરી ઈદની જાહેર રજાના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મે-2026નો રાજ્ય સ્વાગત ગુરુવારને બદલે 29મી મે એ યોજવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.
આ રાજ્ય સ્વાગતમાં રજૂઆત કર્તાઓ તા. 29/05/2026ને શુક્રવારે સવારે 8થી 11.30 સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ-2 ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે.