પ્રેમિકાની હત્યા કરનાર આરોપી રોહન વણકર ટી-પોસ્ટમાં મેનેજર તરીકે કાર્યરત હતો અને છેલ્લા ચાર વર્ષથી વડોદરામાં રહેતો હતો. જાન્યુઆરી મહિનાથી તેની યુવતી સાથે ઓળખાણ થઈ હતી, પરંતુ છેલ્લા 15 દિવસથી બંને વચ્ચે સતત ઝઘડા થતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે યુવતી અન્ય કોઈ સાથે સંબંધમાં જઈ શકે તેવા ભયથી આરોપીએ પાંચ દિવસ અગાઉથી હત્યાનું આયોજન કર્યું હતું.ઘટના દિવસે આરોપીએ યુવતીને સ્કૂટી પર અવાવરૂ જગ્યાએ લઈ જઈ લેપટોપના ચાર્જિંગ વાયર વડે તેની હત્યા કરી હતી. બાદમાં યુવતીનો મોબાઇલ બંધ કરી દીધો હતો. જેથી કોઈ સંપર્ક ન થઈ શકે.
– ચાદર પર લગાવેલા ડીમાર્ટના ટેગ પરથી પોલીસ આરોપી સુધી પહોંચી
વડોદરામાં પ્રેમ પ્રકરણનો ચોંકાવનારો અને કરુણ અંત સામે આવ્યો છે. આ બાબતે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે મીડીયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું કે હત્યા બાદ યુવતી પાસેથી મળેલી ચાદર પરથી કેસનો ભેદ ઉકેલાયો હતો. આ ચાદર પર ડી-માર્ટમાંથી ખરીદેલી ટેગ જોવા મળતા પોલીસે શહેરના તમામ ડી-માર્ટના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ઘણા શંકાસ્પદ લોકોને ચેક કરવામાં આવ્યા હતા તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીએ બે દિવસ અગાઉ જ આ ચાદર ખરીદી હતી. વાયરથી હત્યા કર્યા બાદ લાસ ચાદરમાં લપેટીને ખેતરમાં ફેંકી હતી આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે.પોલીસે તકેદારીપૂર્વક તપાસ કરીને આરોપીને ભરૂચના નેત્રંગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.