સુરત: ગુજરાતી સિનેમામાં સાયબર ક્રાઈમ જેવા ગંભીર વિષય પર બનેલી ભારતની પ્રથમ ફિલ્મ ‘ધરપકડ’નું ટ્રેલર રિલીઝ થતા જ ચર્ચાઓ તેજ બની છે. આ ફિલ્મના પ્રમોશન અર્થે ફિલ્મના મુખ્ય કલાકારો મલ્હાર ઠાકર, શ્રુહદ ગોસ્વામી અને દિગ્દર્શક અનિશ શાહ ગુજરાતમિત્રની મુલાકાતે પહોંચ્યા હતા. સુરતના આંગણે ફિલ્મની સ્ટાર કાસ્ટે મીડિયા અને ચાહકો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને આજના આધુનિક યુગમાં વધતા જતા ‘ડિજિટલ અરેસ્ટ’ના જોખમો વિશે ગંભીર ચર્ચા કરી હતી. ઇન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ આગામી 15 મે, 2026 ના રોજ મોટા પડદા પર દસ્તક આપવા તૈયાર છે.