Godhra

ગોધરા શહેરમાં ફ્લાયઓવરની કામગીરીને પગલે ટ્રાફિક ડાયવર્ઝન: એસ.ટી. અને ખાનગી બસો માટે નવા રૂટ જાહેર

પ્રતિનિધિ ગોધરા તા.5
અમદાવાદ-ગોધરા-દાહોદ-ઈન્દોર રોડ પર કિમી ૧૧૬/૮ થી કિમી ૧૨૯/૪ વચ્ચે ગોધરા શહેરમાં ફ્લાયઓવર બ્રિજની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ કામગીરીના ભાગરૂપે આઈ.ટી.આઈ. પ્રભા કોતરથી બસ સ્ટેન્ડ તરફનું કામ ચાલી રહ્યું છે, જ્યારે ચર્ચથી બસ સ્ટેશન તરફની કામગીરી શરૂ કરવાનું આયોજન હોઈ ફ્લાયઓવરના બાંધકામ દરમિયાન શહેરના મુખ્ય માર્ગનો અંદાજે ૧૧ થી ૧૨ મીટર જેટલો ભાગ રોકાયેલ હોવાથી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.જે. પટેલ (જી.એ.એસ.) દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ સરકારી અને ખાનગી બસો તેમજ અન્ય અડચણરૂપ વાહનો માટે નીચે મુજબના ડાયવર્ઝન રૂટ નક્કી કરવામાં આવ્યા છે:

બસો માટેના નિર્ધારિત ડાયવર્ઝન રૂટ:

મધ્યપ્રદેશ-સંતરોડ-દાહોદ-ઝાલોદ-દેવગઢ બારીયા તરફથી આવતી બસો: આ તરફથી આવતી તમામ સરકારી અને ખાનગી બસો પરવડી ચોકડી (જલારામ સ્કુલ) થી કોટડા ગામ, ચંચોપા ચોકડી, કંકુથાંભલા ચોકડી, છબનપુર ચોકડી અંડરબ્રીજ, પંચામૃત ડેરી સર્કલ, SRP-FCI ગોડાઉન અને ભુરાવાવ ચોકડી થઈને નવીન કાર્યરત હંગામી બસ સ્ટેન્ડ તરફ અવર-જવર કરી શકશે. તેવી જ રીતે ગોધરાથી મધ્યપ્રદેશ -સંત રોડ -દાહોદ -ઝાલોદ-દેવગઢબારિયા તરફ જતી તમામ સરકારી તેમજ ખાનગી બસો ભુરાવાવ ચોકડી -એફ.સી.આઇ ગોડાઉન-એસ. આર.પી- પંચમૃત ડેરી સર્કલ- છબનપુર ચોકડી અંડર બ્રિજ- કંકુથાંભલા ચોકડી-ચંચોપા ચોકડી- કોટડા ગામ- પરવડી ચોકડી જલારામ સ્કૂલ થઈ ગંતવ્ય સ્થાન તરફ જઈ શકશે

અમદાવાદ રોડ તરફથી ગોધરા આવતી બસો: આ રૂટની બસો ત્રિ-મંદિર, ભામૈયા, શિમલા અને સેન્ટ આર્નોલ્ડ સ્કુલ થઈને હંગામી બસ સ્ટેન્ડ તરફ અવર-જવર કરશે. એવી જ રીતે ગોધરા થી અમદાવાદ રોડ તરફ જતી તમામ સરકારી તથા ખાનગી બસો સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ-સીમલા-ભામૈયા-ત્રિમંદિર થઈ ગંતવ્ય સ્થાન તરફ જઈ શકશે

વડોદરા-હાલોલ તરફથી આવતી બસો: તૃપ્તી હોટલથી લીલેસરા ચોકડી, ગદુકપુર ચોકડી, બામરોલી ચોકડી, પરવડી ચોકડી થઈને છબનપુર અંડરબ્રીજ અને ભુરાવાવ ચોકડી દ્વારા હંગામી બસ સ્ટેન્ડ જઈ શકશે.

શામળાજી-લુણાવાડા તરફથી આવતી બસો: છબનપુર ચોકડી અંડરબ્રીજ, પંચામૃત ડેરી સર્કલ, SRP-FCI ગોડાઉન અને ભુરાવાવ ચોકડી થઈને હંગામી બસ સ્ટેન્ડ પહોંચશે.

દામાવાવ-બામરોલી રોડની બસો: બામરોલી ચોકડી અને પરવડી ચોકડી થઈને ઉપર જણાવેલ છબનપુર અંડરબ્રીજવાળા રૂટનો ઉપયોગ કરી શકશે.

ખાસ જોગવાઈ અને અપવાદ:

હાલોલ-વડોદરા તરફની માત્ર સરકારી બસો તા. ૩૦ જૂન ૨૦૨૬ સુધી તૃપ્તિ હોટલ, સિવિલ લાઇન્સ રોડ, ચર્ચ અને પોલીસ હેડક્વાર્ટર થઈ ભુરાવાવ ચોકડી સુધીના રોડનો ઉપયોગ કરી શકશે. તારીખ ૩૦ જૂન ૨૦૨૬ બાદ વડોદરા હાલોલ તરફના રૂટ મુજબ અમલ કરવાનો રહેશે.જોકે, આ રૂટ પર લાલબાગ બસ સ્ટેન્ડ પાસે મુસાફરોને લેવા કે ઉતારવા માટે સ્ટોપેજ કરી શકાશે નહીં. તા. ૩૦ જૂન ૨૦૨૬ બાદ તમામ બસોએ ફરજિયાતપણે નિર્ધારિત ડાયવર્ઝન રૂટનો જ અમલ કરવાનો રહેશે. હાલોલ કાલોલ તરફથી કંપનીઓના સ્ટાફને લેવા તથા મુકવા આવતી ખાનગી બસો ગોધરા શહેરમાં કોઈપણ સ્થળે પાર્કિંગ ન કરવાની શરતે માત્ર સ્ટાફને લેવા તથા મૂકવા પૂરતી કળશ સર્કલ સુધી અવરજવર કરી શકશે. આ જાહેમનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર: આશિષ બારીયા

Most Popular

To Top