Gujarat

રાજ્યમાં સૌથી ઊંચું 43 ડિસે તાપમાન સુરેન્દ્રનગરનું

અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ યથાવત રહ્યો છે અને રાજ્યના અનેક શહેરોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આજે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43 ડિ.સે. તાપમાન નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઊંચું રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અન્ય શહેરોમાં ભુજમાં 38 ડિ.સે., નલિયામાં 35 ડિ.સે., કંડલા પોર્ટમાં 37 ડિ.સે., કંડલા એરપોર્ટમાં 42 ડિ.સે., ભાવનગરમાં 39 ડિ.સે., પોરબંદરમાં 35 ડિ.સે., રાજકોટમાં 41 ડિ.સે., મહુવામાં 33 ડિ.સે., અમદાવાદમાં 42 ડિ.સે., ડીસામાં 40 ડિ.સે., ગાંધીનગરમાં 42 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિ.સે., વડોદરામાં 40 ડિ.સે. અને સુરતમાં 33 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું.
છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં કોઈ મોટા ફેરફાર જોવા મળ્યા નથી. દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં થોડું ઓછું રહ્યું હતું, જ્યારે બાકીના વિસ્તારોમાં તાપમાન સામાન્ય સ્તરે રહ્યું હતું. હવામાનની પરિસ્થિતિ મુજબ પશ્ચિમ વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) અને ઉપલી હવાની ટ્રફની અસર યથાવત છે, જેના કારણે રાજ્યમાં પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ પવન પ્રવર્તી રહ્યા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 40 ડિ.સે.થી વધુ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે.તે ઉપરાંત 9 અને 10 મે દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે લોકોને અસ્વસ્થતા અનુભવાઈ શકે છે.અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે 5 મે સુધી આકાશ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન લગભગ 41 ડિ.સે. આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.

Most Popular

To Top