બહુ ગાજેલા અને પ્રજાના હૈયે વસી જનારા આમ આદમી પાર્ટી ના સાંસદ રાઘવ ચઢ્ઢા અચાનક જ પોતાના રાજ્ય સભાના છ સાંસદોને લઈને ભાજપમાં જોડાઈ જતા લોકોને આશ્રય સાથે આઘાત પણ લાગ્યો છે રાઘવ ચઢ્ઢા ભાજપને ગુંડાઓનો પક્ષ કહેતા હતા અને હવે તેઓ જ ભાજપમાં જોડાઈ જતા તેમની નૈતિકતા પર સવાલ ઉઠે તે વ્યાજબી છે એરપોર્ટ પર ખાદ્ય સામગ્રીના વધુ લેવાતા ભાવ હોય કે રોડ ટેક્સ કે મોબાઈલના મહિનાના બદલે 28 દિવસનો ચાર્જ વસૂલ કરતા હોય તેઓની સામે તેઓએ આંદોલન ઉપાડ્યું હતું પરંતુ એવું તો શું થયું કે રાઘવ ચઢ્ઢા ને રાજ્ય સભાના ડેપ્યુટી લીડર તરીકે હટાવવામાં આવ્યા તેથી રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાઈ ગયા ? કે પહેલેથી પ્લાન હતો? પ્રજાહિતના કામ માટે મોટી મોટી વાતો કરનારા રાઘવ ચઢ્ઢા જેવા નેતા અચાનક જ પક્ષ પલટો કરી લોકોને આઘાત પહોંચાડે છે! પ્રજા હવે ક્યાં નેતા પર વિશ્વાસ કરશે?નખશિખ પ્રમાણિક દેખાતા રાઘવ ચઢ્ઢા એ પણ પોતાનું પોત પ્રકાશ્યું તે આઘાતજનક છે
સુરત – વિજય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.