Padra

પાદરા નગરપાલિકા – વોર્ડ નં. 1નું પરિણામ જાહેર, ભાજપ અને કોંગ્રેસને બે બેઠક

સેજલ રબારી અને અનિલ પરમાર ભાજપમાંથી વિજેતા
નસીમ ગરાસિયા અને દિલીપ ગોહિલ કોંગ્રેસમાંથી જીત્યા

પાદરા નગરપાલિકાના વોર્ડ નં. 1નું પરિણામ જાહેર થતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાન પ્રતિસ્પર્ધા જોવા મળી છે. આ વોર્ડમાં કુલ ચાર બેઠકોમાંથી બે બેઠકો ભાજપે અને બે બેઠકો કોંગ્રેસે પોતાના ખાતામાં નોંધાવી છે.
ભાજપ તરફથી સેજલ ભરત રબારી અને અનિલ પરમાર વિજેતા જાહેર થયા છે, જ્યારે કોંગ્રેસ તરફથી નસીમ ગરાસિયા અને દિલીપ ગોહિલ વિજયી બન્યા છે. પરિણામ જાહેર થતાં બંને પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

Most Popular

To Top