21 અને 26 એપ્રિલે પ્રસ્થાન
અમદાવાદ
ઉનાળાની રજાઓ દરમિયાન વધતી મુસાફરોની સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી–દુર્ગાપુર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 09421/09422 સાબરમતી–દુર્ગાપુર–સાબરમતી સ્પેશિયલ (વિશેષ ભાડા પર) તરીકે દોડાવવામાં આવશે.
ટ્રેન નં. 09421 (સાબરમતી–દુર્ગાપુર સ્પેશિયલ) 21 અને 26 એપ્રિલ, 2026ના રોજ સાબરમતીથી સવારે 10:35 વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે રાત્રે 01:00 વાગ્યે દુર્ગાપુર પહોંચશે.
તદનુસાર, ટ્રેન નં. 09422 (દુર્ગાપુર–સાબરમતી સ્પેશિયલ) 23 અને 28 એપ્રિલ, 2026ના રોજ સવારે 04:00 વાગ્યે દુર્ગાપુરથી રવાના થઈ બીજા દિવસે સાંજે 19:30 વાગ્યે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા, ટૂંડલા, ગોવિંદપુરી, સુબેદારગંજ, પંડિત દિનદયાળ ઉપાધ્યાય, સાસારામ, ગયા, કોડરમા, ધનબાદ, આસનસોલ અને અંડાલ સહિતના મુખ્ય સ્ટેશનો પર રોકાણ કરશે.
ટ્રેન નં. 09421 માટે આરક્ષણ બુકિંગ 20 એપ્રિલ, 2026થી તમામ કાઉન્ટર્સ તથા વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ સમર સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરો માટે 3-ટાયર એસી અને 3-ટાયર એસી ઇકોનોમી શ્રેણીના કોચની વ્યવસ્થા રાખવામાં આવી છે.