IPL 2026ના મેચ નંબર 29માં પંજાબ કિંગ્સ (PBKS)એ મલ્લાનપુર ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે 54 રનથી શાનદાર જીત નોંધાવી. આ જીત સાથે પંજાબ ટીમે ટુર્નામેન્ટમાં પોતાની મજબૂત સ્થિતિ વધુ મજબૂત બનાવી અને પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર સ્થાન જાળવી રાખ્યું.
પ્રિયાંશ આર્યા અને કૂપર કોનૉલીનો ધમાકો : મેચમાં પહેલા બેટિંગ કરતાં પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 254 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો. પ્રિયાંશ આર્યાએ માત્ર 37 બોલમાં 93 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી, જ્યારે કૂપર કોનૉલીએ 46 બોલમાં 87 રન ફટકાર્યા. બંને વચ્ચેની ભાગીદારી પંજાબની જીતનો મુખ્ય આધાર બની.
લખનૌનો પડકાર અધૂરો રહ્યો : 255 રનના ટાર્ગેટનો પીછો કરતાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 200 રન જ બનાવી શકી. લખનૌ તરફથી ઋષભ પંતે 23 બોલમાં 43 રન બનાવી ટોચનું યોગદાન આપ્યું, પરંતુ ટીમને જીત અપાવવામાં સફળ રહ્યા નહોતા.
બોલિંગમાં પણ પંજાબનું દબદબું : પંજાબ તરફથી બોલિંગમાં માર્કો જાનસન અને અન્ય બોલરોએ મહત્વપૂર્ણ વિકેટ લઈને લખનૌની રનચેઝને અટકાવી દીધી. શરૂઆત સારી હોવા છતાં લખનૌ મધ્ય ઓવરમાં લય ગુમાવી બેઠી અને મેચ હાથમાંથી નીકળી ગયો.
પ્લેયર ઓફ ધ મેચ : પ્રિયાંશ આર્યાને તેમની તોફાની 93 રનની ઇનિંગ્સ બદલ “પ્લેયર ઓફ ધ મેચ” જાહેર કરવામાં આવ્યા.
પોઈન્ટ્સ ટેબલમાં પંજાબ મજબૂત , આ જીત સાથે પંજાબ કિંગ્સે સતત જીતની લય જાળવી રાખી અને ટૂર્નામેન્ટમાં પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ માટે પ્લેઓફની રેસ વધુ પડકારજનક બની રહી છે.