એક સમય હતો કે જ્યારે જે તે નેતાની લોકપ્રિયતા તેની સભામાં આવતા લોકોની સંખ્યાને આધારે નક્કી થતી હતી. જવાહરલાલ નહેરૂથી માંડીને અટલબિહારી વાજપેયી, લાલુપ્રસાદ યાદવ, એવા નેતા હતા કે જેને સાંભળવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં હતાં. જે તે નેતાની વિચારસરણીને આધારે તેને મત મળતાં હતાં પરંતુ સમય જતાં રાજકારણનો રંગ બદલાઈ ગયો છે.
હવે નેતા લોકપ્રિય છે કે નહીં તેની ઓળખ સોશિયલ મીડિયામાં તેના કેટલા ફોલોઅર્સ છે તેના આધારે થાય છે. હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે દાવેદારો પાસે ફોર્મ ભરાવ્યા અને તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દાવેદારના સોશિયલ મીડિયાના કયા પ્લેટફોર્મ પર કેટલાક ફોલોઅર્સ છે તેની સંખ્યા પણ લખવી. ભૂતકાળમાં નેતાઓ લોકો પાસે સામેથી જતાં હતા અને પોતાનો પ્રચાર કરતાં હતા પરંતુ હવે એવી સ્થિતિ થઈ છે કે સોશિયલ મીડિયામાં જ પ્રચાર કરી લેવાનો રહેશે. જેને કારણે હવે એવા નેતાઓ જોવા મળશે કે જે કામ ઓછું અને સોશિયલ મીડિયા પર વધુ વ્યસ્ત રહેતા હશે.
જેમ જેમ ટેકનોલોજી આવતી ગઈ તેમ તેમ અન્ય ક્ષેત્રોની સાથે સાથે રાજકારણ પણ હાઈટેક થવા માંડ્યું છે. રાજકીય પ્રચારમાં ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ જો કોઈ નેતાઓ કર્યો હોય તો તે નરેન્દ્ર મોદી છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીએ જ એકસાથે અનેક સ્થળે વર્ચ્યુઅલ જાહેરસભાઓ શરૂ કરી હતી. સોશિયલ મીડિયા પર પ્રચારનો સૌથી વધુ ઉપયોગ પણ નરેન્દ્ર મોદી અને ભાજપ દ્વારા જ કરવામાં આવ્યો. અન્ય પક્ષો દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આળસ કરવામાં આવી અને પરિણામે ભાજપ એટલું આગળ નીકળી ગયું કે અન્ય પક્ષોએ પ્રચાર માટે પણ ફાંફાં મારવા પડી રહ્યા છે.
મતદારોને ભરમાવવા માટે પણ સૌથી વધુ ઉપયોગ સોશિયલ મીડિયાનો કરવામાં આવી રહ્યો છે. જે રાજકીય પક્ષે ટેકનોલોજીનો ઉપયોગ નહીં કર્યો તેણે ચૂંટણીમાં હાર જોવી પડી છે. સ્માર્ટ ફોન થકી ભાજપ એવા અંતરિયાળ વિસ્તારોમાં પણ ઘૂસી ગયો કે જ્યાં તેની સ્હેજેય ઓળખ નહોતી. આદિવાસીઓને પોતાની તરફે કરવામાં ભાજપને સોશિયલ મીડિયા જ કામ લાગ્યું છે.
આ તો વાત પ્રચાર પુરતી હતી પરંતુ હવે દાવેદારો પાસેથી પણ સોશિયલ મીડિયાનો હિસાબ માંગીને ભાજપે એક નવો જ ચીલો પાડ્યો છે. ભાજપને જોઈને અન્ય પક્ષો દ્વારા પણ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સની સંખ્યા દાવેદારો પાસે માંગવામાં આવશે. સોશિયલ મીડિયા પર કેટલા ફોલોઅર્સ છે તેનાથી જો ઉમેદવારો પસંદ કરવામાં આવશે તો દેશનું સત્યાનાશ નીકળી જશે. કારણ કે સોશિયલ મીડિયા પર વધુ ફોલોઅર્સ ધરાવનાર વ્યક્તિ નેતા તરીકે યોગ્ય હોય કે કેમ?તે અંગે મોટી શંકા છે. આટલું જ નહીં, સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવનારને વધુ મત મળે અને તે જીતે તેવું પણ હોતું નથી.
મુંબઈમાં એક ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવનારને ગણીને ત્રણ આંકડામાં જ મતો મળ્યા હતા! હકીકતમાં દેશને આજે સોશિયલ મીડિયામાં વધુ ફોલોઅર્સ ધરાવતાં નેતા નહીં પરંતુ એવા નેતાઓની જરૂરીયાત છે કે જેઓ ચૂંટાઈને કામ કરે. જો સોશિયલ મીડિયાના ફોલોઅર્સને જ જોવામાં આવશે તો નેતા ચૂંટાયા બાદ પણ પોતાના ફોલોઅર્સ વધારવામાં જ સક્રિય રહેશે અને લોકોના કામો ઓછા કરશે. રાજકીય પક્ષો પણ એટલી પરિપકવતા બતાવે કે જે વ્યક્તિ લોકોની સેવા કરી શકે તેવાને જ ઉમેદવાર બનાવે. નહીં તો ભવિષ્યમાં જે તે પક્ષે હારનું મોઢું જોવું પડશે તે નક્કી છે.