Entertainment

​Honey Singh-Badshah Controversy

૨૦ વર્ષ જૂના ગીત પર કોર્ટની લાલ આંખ, ‘કોર્ટનું અંતરાત્મા હચમચી ગયું’ કહી તાત્કાલિક હટાવવા આદેશ

​ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના બે મોટા નામ, હની સિંગ અને બાદશાહ ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. લગભગ બે દાયકા જૂના એક વિવાદિત ગીતને લઈને કોર્ટે સખત વલણ અપનાવ્યું છે. કોર્ટે આ મામલે ટિપ્પણી કરતા કહ્યું કે, ગીતના શબ્દો એટલા અશ્લીલ અને વાંધાજનક છે કે તેને સાંભળીને ‘કોર્ટનું અંતરાત્મા હચમચી ગયું (Court’s conscience is shocked)’ છે. આ સાથે જ કોર્ટે તમામ ડિજિટલ પ્લેટફોર્મ પરથી આ ગીતને તાત્કાલિક હટાવવાનો (Takedown Order) આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર વિવાદ? : આ વિવાદ વર્ષો જૂના એક ગીત સાથે જોડાયેલો છે, જે તે સમયે ‘….વોલ્યુમ-૧’ (Choot Vol 1) તરીકે ઈન્ટરનેટ પર વાયરલ થયું હતું. આરોપ છે કે આ ગીત હની સિંગ અને બાદશાહ દ્વારા શરૂઆતના દિવસોમાં ગાવામાં આવ્યું હતું. જોકે, બંને કલાકારોએ અગાઉ આ ગીત સાથે પોતાનું નામ હોવાનો ઈનકાર કર્યો છે, પરંતુ સોશિયલ મીડિયા અને મ્યુઝિક પ્લેટફોર્મ્સ પર તે તેમના નામ સાથે જ વર્ષોથી ઉપલબ્ધ છે.

કોર્ટે કેમ આકરો નિર્ણય લીધો? :તાજેતરની સુનાવણી દરમિયાન, ગીતના શબ્દોની સમીક્ષા કર્યા બાદ જજે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે અવલોકન કર્યું કે આ પ્રકારનું કન્ટેન્ટ સમાજ પર, ખાસ કરીને યુવા પેઢી પર અત્યંત નકારાત્મક અસર કરે છે. મહિલાઓ પ્રત્યેના અપમાનજનક શબ્દો અને અત્યંત અશ્લીલ ભાષાને કારણે કોર્ટે તેને પબ્લિક ડોમેનમાંથી દૂર કરવા કડક સૂચના આપી છે. કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આટલા વર્ષો સુધી આ ગીત ડિજિટલ માધ્યમો પર કેવી રીતે ચાલતું રહ્યું.

ડિજિટલ પ્લેટફોર્મ્સને આદેશ : કોર્ટે માત્ર કલાકારો જ નહીં, પરંતુ YouTube અને અન્ય મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ્સને પણ આદેશ આપ્યો છે કે આ ગીતના તમામ વર્ઝન અને લિંક્સ બ્લોક કરવામાં આવે. જો કોઈ પ્લેટફોર્મ આ આદેશનું પાલન નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

કલાકારોની મુશ્કેલી વધશે? હની સિંગ અને બાદશાહ હાલમાં બોલિવૂડના ટોચના ગાયકો છે. ૨૦ વર્ષ જૂના આ વિવાદે ફરી ઉથલો મારતા તેમની બ્રાન્ડ ઈમેજ પર પણ અસર પડી શકે છે. જોકે આ ગીત સત્તાવાર રીતે તેમના દ્વારા રિલીઝ કરવામાં આવ્યું નહોતું, પરંતુ ટેક્નિકલ પુરાવાઓ અને વોઈસ એનાલિસિસ જેવી બાબતો તેમની મુશ્કેલી વધારી શકે છે. આ કેસે ફરી એકવાર ભારતમાં ઓનલાઈન કન્ટેન્ટના સેન્સરશિપ અને કલાકારોની સામાજિક જવાબદારી વિશે ચર્ચા છેડી દીધી છે.વાચકો આ બાબતે સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે.

Most Popular

To Top