શુક્રવારે સોનાં અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સુરક્ષિત રોકાણ તરીકે ઓળખાતા બુલિયન માર્કેટમાં ફરીથી ખરીદી વધતા ચાંદીના ભાવમાં ₹5,380નો વધારો નોંધાયો છે, જ્યારે સોનાંનો ભાવ પણ ઉછળી ₹1.41 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે, ચાંદીનો ભાવ હવે લગભગ ₹2.25 લાખ પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે સોનાંમાં ₹1,320નો વધારો નોંધાયો છે. પશ્ચિમ એશિયામાં વધતી અનિશ્ચિતતાને કારણે રોકાણકારો ફરીથી સુરક્ષિત વિકલ્પ તરફ વળી રહ્યા છે, જેના કારણે કિંમતોમાં તેજી આવી છે.
વૈશ્વિક બજારમાં શું ચાલે છે? : આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાં-ચાંદીમાં સ્થિરતા બાદ હળવો વધારો જોવા મળ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા ઈરાન સાથેના તણાવને લઈને સમયમર્યાદા વધારવાના નિર્ણયથી બજારમાં થોડી રાહત મળી છે, કોમેકસ માર્કેટમાં સોનાં લગભગ 0.33% વધી $4,423 પ્રતિ ઔંસ સુધી પહોંચ્યું છે. જ્યારે ચાંદી પણ 0.29% વધીને $68.13 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.
છતાં દબાણ કેમ યથાવત્? ભલે હાલ થોડો ઉછાળો જોવા મળે છે, પરંતુ સોનાં-ચાંદી પર દબાણ હજુ પણ સંપૂર્ણ રીતે દૂર થયું નથી. તેના કેટલાક મુખ્ય કારણો છે: સાથે જ ઉચ્ચ વ્યાજ દરનો ભય: ઊર્જાના ભાવમાં વધારો મોંઘવારી વધારી શકે છે, જેના કારણે સેન્ટ્રલ બેંકો વ્યાજ દર ઊંચા રાખી શકે છે.
મજબૂત ડોલર: ડોલર ઇન્ડેક્સ 100ની આસપાસ ટકેલો છે, જેનાથી કોમોડિટીઝ મોંઘી બને છે અને માંગ ઘટે છે, જો કે તુર્કીનો ગોલ્ડ વેચાણ: અહેવાલ મુજબ તુર્કીના સેન્ટ્રલ બેંકે લગભગ 60 ટન સોનાં વેચ્યું કે સ્વેપ કર્યું છે, જેના કારણે બજારમાં દબાણ વધ્યું છે.
એક મહિનામાં મોટો ઝટકો: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ પછી છેલ્લા એક મહિનામાં સોનાંના ભાવમાં લગભગ 17% સુધી ઘટાડો નોંધાયો છે. રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન સોનાં પરંપરાગત “સેફ હેવન” તરીકે વર્તવાને બદલે શેરબજાર સાથે જોડાયેલું જોવા મળ્યું છે,કુલ મળીને, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સોનાં-ચાંદીમાં અસ્થિરતા યથાવત્ છે, અને રોકાણકારો માટે બજાર પર નજર રાખવી જરૂરી બની ગઈ છે.