Sports

IPLનો આઈડિયા 37 વર્ષ પહેલા તૈયાર

લલિત મોદીનો માસ્ટર પ્લાન , ખેલાડીઓ સાથે કોન્ટ્રાક્ટ પણ થઈ ગયો હતો:સબા કરીમ

આજે Indian Premier League (IPL) દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ બની ગઈ છે, પરંતુ શું તમને ખબર છે કે તેનો આઈડિયા 2008 પહેલા જ તૈયાર થઈ ગયો હતો? દિગ્ગજ એડમિનિસ્ટ્રેટર Lalit Modiએ લગભગ 1997-98માં જ ફ્રેન્ચાઇઝી આધારિત ક્રિકેટ લીગનો પ્લાન Board of Control for Cricket in India સમક્ષ મૂક્યો હતો.

આ ખુલાસો પૂર્વ ભારતીય વિકેટકીપર Saba Karimએ કર્યો છે. તેમણે જણાવ્યું કે તે સમયગાળા દરમિયાન T20 ક્રિકેટનો કોઈ ખ્યાલ પણ નહોતો અને માત્ર ODI ફોર્મેટ જ રમાતો હતો. છતાં પણ લલિત મોદીએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઇઝી મોડલનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો.

સબા કરીમ મુજબ, આ પ્રસ્તાવ માત્ર વિચાર સુધી સીમિત નહોતો. બંગાળ ટીમ બનાવવા માટે કેટલાક ખેલાડીઓ સાથે કોન્ટ્રાક્ટ પણ કરવામાં આવ્યા હતા. “અમે બંગાળ માટે ટીમ બનાવી રહ્યા હતા અને નક્કી કરવામાં આવ્યું હતું કે દરેક ટીમમાં બે-ત્રણ બહારના ખેલાડીઓ પણ સામેલ કરાશે,” તેવું તેમણે જણાવ્યું.

જો કે, કેટલીક કારણોસર આ યોજના તે સમયે અમલમાં આવી શકી નહોતી. તેમ છતાં, આ વિચાર ક્રિકેટ જગતમાં જીવંત રહ્યો અને વર્ષો બાદ 2008માં IPLના રૂપમાં સાકાર થયો.IPLની શરૂઆત પછી ક્રિકેટની દુનિયામાં ક્રાંતિ આવી ગઈ. આ લીગે ભારતને વૈશ્વિક ક્રિકેટમાં સુપરપાવર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આજે IPLની સરખામણી NBA અને Premier League જેવી વિશ્વપ્રસિદ્ધ લીગ્સ સાથે થાય છે.

જો કે, લલિત મોદી હાલ IPLનો ભાગ નથી. 2010માં તેમને IPL કમિશનર પદ પરથી હટાવવામાં આવ્યા હતા અને ભ્રષ્ટાચારના આરોપોને કારણે ક્રિકેટ પ્રશાસનમાંથી પણ દૂર કરવામાં આવ્યા હતા. તેમ છતાં, IPLના આ ભવ્ય સફળતાના પાયા લલિત મોદીએ વર્ષો પહેલા જ મૂકી દીધા હતા, જે આજે વિશ્વભરમાં ચમકી રહ્યા છે.

Most Popular

To Top