આરજી કાર કેસની પીડિતાની માતાનો મોટો નિર્ણય, હવે ચૂંટણી મેદાનમાં ઉતરવાની ઈચ્છા
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ અને ભાવનાત્મક વળાંક સામે આવ્યો છે. આરજી કાર હોસ્પિટલના બળાત્કાર અને હત્યા કેસમાં પીડિતાની માતાએ હવે સીધી રાજનીતિમાં પ્રવેશવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું છે કે તેઓ આવનારી વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર 24 પરગણાના પાણિહાટી મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માંગે છે.
પીડિતાની માતાએ ખુલાસો કર્યો કે તેમને ઘણાં સમય પહેલાં Bharatiya Janata Party (BJP) તરફથી ચૂંટણી લડવાની ઓફર મળી હતી, પરંતુ તે સમયે તેઓ માનસિક રીતે તૈયાર નહોતા. હવે, પરિસ્થિતિ બદલાતા તેમણે નિર્ણય લીધો છે. તેમણે કહ્યું,કે “હું મારી દીકરીને ન્યાય મળે અને રાજ્યની દરેક મહિલાની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે ચૂંટણી લડવા માંગું છું.” સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે Communist Party of India (Marxist) (CPI(M)) એ તેમની દીકરીના મોતને રાજકીય ફાયદા માટે ઉપયોગ કર્યો અને પરોક્ષ રીતે All India Trinamool Congress (TMC)ને મદદ કરી રહી છે.
બીજી તરફ, પશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ Samik Bhattacharyaએ આ મુદ્દે કોઈ સીધી ટિપ્પણી કરી નથી. ખાસ વાત એ છે કે ભાજપની જાહેર થયેલી યાદીમાં પાણિહાટી બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જેના કારણે હવે બેઠક અંગે પાર્ટી કોઈ ખાસ નિર્ણય લઈ શકે તેવી અટકળો વધી રહી છે. ભાજપના રાજ્ય મુખ્ય પ્રવક્તા Debjit Sarkarએ કહ્યું કે અંતિમ નિર્ણય દિલ્હીમાં આવેલી પાર્ટીની સંસદીય સમિતિ જ લેશે. “હું એ તેમને ટેલીવિઝન પર જોયા છે, વ્યક્તિગત રીતે હું તેમની સાથે સહાનુભૂતિ રાખું છું, પરંતુ સમિતિની મંજૂરી વિના કોઈ ટિપ્પણી કરી શકાતી નથી.
આ તરફ CPI(M)ના રાજ્ય સચિવ Md Salimએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે “આ ઘટનાનો રાજકીય લાભ તો BJP અને RSSએ લીધો છે, જ્યારે CPI(M)એ પરિવારની બાજુએ ઊભી રહી મદદ કરી છે.” આ સમગ્ર મુદ્દો હવે માત્ર ન્યાયની લડાઈ નહીં પરંતુ રાજકીય દિશામાં મોટો મુદ્દો બની રહ્યો છે, જે આવનારી ચૂંટણીમાં મહત્વપૂર્ણ અસર કરી શકે છે.