બીસીએની ચૂંટણીમાં હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો,બે અરજદારોની અરજી ગ્રાહ્ય રખાઈ :
ચાર સભ્યોને બાદ કરતાં બાકીનું ચૂંટણી પરિણામ જાહેર કરવા સૂચના :
( પ્રતિનિધિ )વડોદરા,તા.16
બીસીએ ની ચૂંટણી યોજાયા બાદ પરિણામ જાહેર થવા પર બ્રેક લાગી હતી, તેવામાં આજે હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપી દીધો હતો. કિરણ મોરે, અમુલ જીકાર,અમર પેટીવાલા અને અનંત ઇન્દુલકરને ચૂંટણી લડવા યોગ્ય જાહેર કરાયા છે અને ચારેય ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે અંતે વડોદરાના બે અરજદારોની અરજી હાઇકોર્ટે ગ્રાહાયો રાખી હતી.
ગુજરાત હાઈકોર્ટે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં કિરણ મોરે સહિત ચાર ઉમેદવારોની અયોગ્યતા પર વિવાદ વચ્ચે મતદાનને મંજૂરી આપી હતી. પરંતુ પરિણામો જાહેર કરવા પર અસ્થાયી પ્રતિબંધ મૂક્યો હતો. બીસીએની ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં પૂર્વ ક્રિકેટર કિરણ મોરે (પ્રમુખ પદ), અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાની ઉમેદવારી પર બે અરજદારોએ વાંધો ઉઠાવ્યો હતો. અરજદારો પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિએ ચૂંટણી અધિકારીને આ ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી. જસ્ટિસ નિરલ મેહતાએ 13 ફેબ્રુઆરીએ 15 ફેબ્રુઆરીના મતદાનને લીલી ઝંડી આપી, પણ પરિણામો કોર્ટની પૂર્વમંજૂરી વિના જાહેર ન કરવા અને બેલેટ પેપર સુરક્ષિત રાખવાના આદેશ આપ્યા હતા. બાદમા 5 માર્ચે આગળની સુનાવણી રાખવામા આવી હતી. જોકે તે બાદ આજે 16 માર્ચને અંતિમ નિર્ણય માટે નિશ્ચિત કરાયો હતો. ત્યારે અંતે હાઇકોર્ટે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે ચુકાદો આપ્યો હતો. જેમાં કિરણ મોરે, અમુલ જીકાર, અમર પેટીવાલા અને અનંત ઈન્દુલકરને ચૂંટણી લડવા યોગ્ય જાહેર કરાયા છે. આ ચારેય ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે સાથે જ વડોદરાના બે અરજદારોની અરજી હાઇકોર્ટ ગ્રાહ્ય રાખી હતી. ચાર સભ્યોને બાદ કરતાં બાકીનું ચૂંટણી પરિણામ જાહેર કરવા સૂચના આપવામાં આવી છે, સાથે સાથે બે સપ્તાહ સુધી વચગાળાની વ્યવસ્થા યથાવત રાખવા પણ હાઇકોર્ટ આદેશ આપ્યા હતા.