Vadodara

નશામાં રીક્ષા ચલાવતા સર્જાયો ટ્રિપલ અકસ્માત : પિતા–પુત્ર ઇજાગ્રસ્ત


વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રાત્રિના સમયે ટ્રિપલ અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ એક રીક્ષા ચાલક નશાની હાલતમાં રોંગ સાઈડ પરથી આવી રહ્યો હતો, ત્યારે તેણે સામેથી આવતા બાઈક ચાલકને ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઈક ચાલક રીક્ષા અને પાછળથી આવી રહેલી કાર વચ્ચે ફસાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં બાઈક પર સવાર પિતા અને તેનો નાનો પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના અંગે જાણ થતા જ કારેલીબાગ પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન રીક્ષા ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા બાઈક સવાર પિતા અને પુત્રને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Most Popular

To Top