Vadodara

1 એપ્રિલથી ફાસ્ટેગ વાર્ષિક પાસના દરમાં વધારો,3 હજારથી વધીને 3,075માં એન્યુઅલ પાસ મળશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.15

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ આગામી નાણાકીય વર્ષ માટે ફાસ્ટેગ એન્યુઅલ પાસના દરમાં વધારો કર્યો છે. હવેથી નોન કોમર્શિયલ વાહનો માટે પહેલી એપ્રિલથી પાસ માટે રૂ. 3075 ચૂકવવા પડશે. અગાઉ આ પાસની કિંમત 3 હજાર રૂપિયા હતી. કાર, જીપ અને વેન જેવા નોન કોમર્શિયલ વાહનો કે જેની પાસે સક્રિય ફાસ્ટેગ છે, તેઓ આ પાસ મેળવી શકે છે.

1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મળતો વાર્ષિક ટોલ પાસ હવે મોંઘો થવા જઈ રહ્યો છે. નેશનલ હાઈવે અથોરિટી ઓફ ઇન્ડિયાએ વાર્ષિક ટોલ પાસની કિંમતમાં વધારો કરી દીધો છે. હવે 1 એપ્રિલ 2026થી વાહન ચાલકોને આ પાસ માટે 3000 રૂપિયાની જગ્યાએ 3075 રૂપિયા આપવા પડશે. વાર્ષિક ટોલ પાસના નવા દર નવા નાણાંકીય વર્ષ 2026-27 માટે લાગુ થશે. આ પાસ ન ફક્ત ખાનગી વાહનો માટે હોય છે, અને તેના માટે વાહનમાં એક્ટિવ ફાસ્ટેગ લાગેલું હોવું જરૂરી છે. વાર્ષિક ટોલ પાસ એક વર્ષ સુધી અથવા 200 વાર ટોલ ક્રોસિંગ સુધી માન્ય રહેશે એટલે કે, જો કોઈ વાહન 200 વાર ટોલ પ્લાઝા પાર કરે છે, તો પાસની વેલિડિટી ખતમ થઈ જશે, ભલે એક વર્ષ પૂરું ન થયું હોય. નેશનલ હાઈવે અથોરિટી ઓફ ઇન્ડિયાએ તમામ ટોલ પ્લાઝા અને સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે 1 એપ્રિલ 2026થી નવા દર લાગુ થશે અને તેની જાણકારી યાત્રીઓ અને બીજા સ્ટેકહોલ્ડર્સને આપવામાં આવે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પરથી આ પાસ ખરીદી શકાય છે. આ પાસ માત્ર નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે પરના અંદાજે 1150 ટોલ પ્લાઝા પર જ માન્ય છે. જ્યારે, સ્ટેટ હાઈવે પર નિયમિત ટોલ લાગુ પડશે.

Most Popular

To Top