Vadodara

યાકુતપુરામાં એકસરખી નંબર પ્લેટવાળી બે બોલેરો પિકઅપ સાથે માલિક ઝડપાયો

હપ્તા ન ભરાતા સીઝિંગના ડરથી નંબર પ્લેટ, ચેસીસ અને એન્જિન નંબરમાં ચેડાં

પ્રતિનિધિ, વડોદરા તા. 2:
વડોદરા શહેરમાં એકસરખી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવી બે બોલેરો પિકઅપ ચલાવવાનો કિસ્સો સામે આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)એ યાકુતપુરા વિસ્તારમાંથી આરોપી શેરખાન ખલીલખાન પઠાણને ઝડપી પાડ્યો છે.
26 ફેબ્રુઆરીના રોજ એસઓજીની ટીમ કિશનવાડી ગધેડા માર્કેટ રોડ નજીક ઠેકરણાથ મહાદેવ મંદિર પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે યાકુતપુરા એમ.ઇ.એસ. બોઇઝ સ્કૂલ સામે સરસીયા તળાવ રોડ પર જી મદાર દરગાહ નજીક એક વ્યક્તિ બે બોલેરો પિકઅપ ગાડીઓ રાખે છે અને બંનેના રજિસ્ટ્રેશન નંબર એકસરખા છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં બંને ગાડીઓ પર એકસરખી નંબર પ્લેટ લાગેલી જોવા મળી હતી. પોલીસે ગાડીના માલિક શેરખાન પઠાણને ઝડપી લઈ પૂછપરછ કરતાં તેણે સ્વીકાર્યું કે બંને ગાડીઓ ફાઇનાન્સ પર ખરીદી હતી. હપ્તા ન ભરાતા ગાડીઓ સીઝ થવાના ડરથી એક જ નંબર પ્લેટ બંને ગાડીઓ પર લગાવી ફરતો હતો.
આરોપીએ વધુમાં ગાડીઓના ચેસીસ અને એન્જિન નંબરમાં પણ ચેડાં કરી બદલાવ કર્યો હોવાની કબૂલાત આપી છે.
એસઓજીએ આરોપીને આગળની કાર્યવાહી માટે સિટી પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top