Editorial

મકરાનના રાષ્ટ્રવાદીઓને કારણે તહરીકે તાલિબાન પાકિસ્તાન માટે વધુ જોખમી બન્યું છે

રવિવારે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી હતી. ઇસ્લામાબાદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટનો બદલો લેવા પાકિસ્તાને આ કામ કર્યું હતું કારણ કે, ઇસ્લામાબાદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટની જવાબદારી પ્રતિબંધિત તહરિકે તાલિબાન પાકિસ્તાને (ટીટીપી) લીધી હતી, એટલું જ નહીં, પરંતુ દેશના અશાંત પ્રદેશ બલૂચિસ્તાનના મકરાન ક્ષેત્રમાં એક ઉગ્રવાદી ટોળકીએ ટીટીપીમાં સામેલ થવાની જાહેરાત પણ કરી છે. બલૂચિસ્તાનનો મકરાન પ્રદેશ બલૂચ ઉગ્રવાદીઓનાં કારનામાનો પહેલેથી ભોગ બનેલો છે. તેને લીધે ત્યાં અર્ધલશ્કરી દળોની સાથે સૈન્ય પણ ગોઠવવામાં આવ્યું છે.

બીબીસીએ સલામતી નિષ્ણાતો સાથે વાત કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે મકરાનથી ટીટીપીમાં સામેલ થયેલા લોકો કોણ છે અને મકરાનમાં તેમનાં કારનામાંની શું અસર થઈ શકે. ટીટીપીના પ્રવક્તા મોહમ્મદ ખુરાસાનીના જણાવ્યા અનુસાર, મકરાન ડિવિઝનના ઉગ્રવાદીઓએ ટીટીપીના પ્રમુખ અબુ મનસૂર આસિમ મુફ્તી નૂર વલી પાસે પલાયન તથા જિહાદની પ્રતિજ્ઞા લીધી છે.

મકરાનથી સામેલ થયેલા લોકો બાબતે ટીટીપી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મઝાર બલોચના નેતૃત્વમાં પ્રતિજ્ઞા કરનારા આ સંગઠનનો ભૂતકાળ હકારાત્મક છે. પાકિસ્તાનમાં સલામતી બાબતોના નિષ્ણાત અને પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસ સ્ટડીઝના ડિરેક્ટર મોહમ્મદ આમિર રાણાએ આ બાબતે બીબીસીને જણાવ્યું હતું કે “એ અજાણ્યા લોકો છે. ટીટીપીએ જે લોકોનો ઉલ્લેખ કર્યો છે, તેઓ અગાઉ કોઈ ગતિવિધિમાં સામેલ ન હતા.”

મકરાનમાં ધાર્મિક ઉગ્રવાદની કોઈ જાણીતી ટોળકી નથી, પરંતુ ખાનગી સ્કૂલોના વિરોધી કેટલાક લોકો જરૂર હતા. એ સિવાય ઈરાની નાગરિકત્વ ધરાવતા કેટલાક લોકો ધાર્મિક કટ્ટરતાને કારણે મકરાન આવતા રહ્યા છે. તેમાં મુલ્લા ઉમર નામના એક માણસનો સમાવેશ થાય છે. મુલ્લા ઉમેર થોડા સમય પહેલાં કેચ જિલ્લામાં તેના દીકરાઓ સાથે માર્યો ગયો હતો. મકરાનમાં આ પ્રકારની કોઈ મોટી ગતિવિધિ અગાઉ થઈ નથી. “પંજગુરમાં તાલિબાનનું સમર્થન કરતાં કેટલાંક જૂથ હતાં અને તેમણે ટીટીપી માટે કેટલાંક કારનામાં કર્યાં હતાં. એ લોકો જ ટીટીપીમાં સામેલ થયા હોય તે શક્ય છે.”

આ ક્ષેત્રમાં ઈરાનના ઉગ્રવાદી સંગઠન જૈશ-ઉલ-અદલના કેટલાક લોકો ટીટીપીમાં સામેલ થાય તેવી શક્યતા હતી, પરંતુ તેઓ હજુ સુધી સામેલ થયા નથી અને પોતાની રીતે કારનામાં કરી રહ્યા છે. ટીટીપીમાં સામેલ થયેલા લોકો સામે સંગઠિત કાર્યવાહી કરવામાં આવશે તેની અસર મકરાન પર થશે. બલૂચિસ્તાનમાં જે પ્રતિબંધિત બલૂચ ઉગ્રવાદી સંગઠન છે એ બધાં મકરાનના અલગ-અલગ વિસ્તારોમાં ખાસ ધાર્મિક પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો સામે કાર્યવાહી પણ કરતા રહ્યાં છે. 

“મકરાનમાંના ઉગ્રવાદી સંગઠનો બલૂચિસ્તાન લિબરેશન ફોર્સ (બીએલએફ) અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) ધાર્મિક પૃષ્ઠભૂમિવાળા કેટલાક લોકો સામે કાર્યવાહી કરતાં રહ્યાં છે, પરંતુ તે એવા લોકો હતા, જેને ડેથ સ્ક્વૉડ કહેવામાં આવે છે.” ટીટીપી સાથે આ ડેથ સ્ક્વૉડે જોડાણ ન કર્યું હોય તો તે બલૂચ ઉગ્રવાદીઓ અને તેમની વચ્ચે સહયોગની શક્યતા હોઈ શકે છે.

એક અન્ય સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આવું થશે તો તે દુનિયામાં ધર્મનિરપેક્ષ અને ધાર્મિક પૃષ્ઠભૂમિવાળા લોકો વચ્ચેનું પહેલું ગઠબંધન નહીં હોય. ઈરાન અને દુનિયાના અન્ય હિસ્સાઓમાં વૈચારિક મતભેદ ધરાવતા સમૂહો વચ્ચે અગાઉ પણ સંબંધ હતો. ટીટીપીના પ્રવક્તા મોહમ્મદ ખુરાસાનીના જણાવ્યા અનુસાર, મકરાન ડિવિઝનના ઉગ્રવાદીઓએ ટીટીપીના પ્રમુખ અબુ મનસૂર આસિમ મુફ્તી નૂર વલી પાસે પલાયન તથા જિહાદની પ્રતિજ્ઞા લીધી છે. મકરાનથી સામેલ થયેલા લોકો બાબતે ટીટીપી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મઝાર બલોચના નેતૃત્વમાં પ્રતિજ્ઞા કરનારા આ સંગઠનનો ભૂતકાળ હકારાત્મક છે.

Most Popular

To Top