ગાંધીનગર: રાજ્યમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. આજે રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 34થી 36 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. રાજકોટમાં રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યાં ગરમીનો પારો 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થયો નથી. ચાર દિવસ પછી રાજ્યમાં ગરમીના પ્રમાણમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે એટલે ગરમી 39થી 40 ડિગ્રી આસપાસ પહોંચી જવાની છે. રાજ્યમાં ગરમીનો માહોલ તેજ બન્યો છે. અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી જતાં બપોર દરમિયાન તાપનો અહેસાસ વધી ગયો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ એકલા નલિયામાં ઠંડીનો પારો 13 ડિગ્રીએ પહોંચ્યો હતો. નલિયામાં વહેલી સવારે તથા રાત્રીના તાપમાન નીચું નોંધાયું છે. જયારે રાજ્યના અન્ય શહેરોમાં ગરમી વધેલી છે. રાજ્યના અન્ય શહેરોમાં નોંધપાત્ર રીતે વધ્યુ હતું. જેમાં ભૂજમાં 35 ડિ.સે.,નલિયામાં 35 ડિ.સે., કંડલા પોર્ટ પર 34 ડિ.સે.,અને કંડલા એરપોર્ટ પર 34 ડિ.સે., ભાવનગરમાં 33 ડિ.સે., પોરબંદરમાં 34 ડિ.સે., રાજકોટમાં 36 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 35 ડિ.સે., મહુવામાં 35 ડિ.સે., કેશોદમાં 34 ડિ.સે., અમદાવાદમાં 34 ડિ.સે., ડીસામાં 35 ડિ.સે., ગાંધીનગરમાં 33 ડિ.સે., અને વલ્લભ વિદ્યાનગરમાં 33 ડિ.સે.,, વડોદરામાં 34 ડિ.સે., સુરતમાં 35 ડિ.સે. અને દમણમાં 32 ડિ.સે., મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં રાજ્યનું સૌથી વધુ 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દિવસ દરમિયાન ગરમીમાં વધારો થતો જ રહ્યો છે, જેના કારણે બપોરના સમયે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગ મુજબ આગામી ચાર દિવસ બાદ તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા છે.