Entertainment

બિપાશા પ્રેગનન્ટ છે? જાણો તેના પતિ કરણસિંહ ગ્રોવરે પ્રેગનન્સીને લઇને શું કહ્યું

ટીવી અને બોલિવૂડ એક્ટર કરણ સિંહ ગ્રોવર ( KIRANSINH GROVER) અને બિપાશા બાસુ (BIPASHA BASHU) તાજેતરમાં જ રજા બાદ માલદીવથી પરત ફર્યા છે. તે દરમિયાન સમાચાર આવી રહ્યા હતા કે આ યુગલ ફેમિલી પ્લાનિંગ ( FAMILY PLANNING) કરી રહ્યા છે. પરંતુ હવે આ અહેવાલો પર કરણસિંહ ગ્રોવરે મૌન તોડ્યું છે.

કરણ અને બિપાશા તેમના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે. બંને સોશિયલ મીડિયા ( SOCIAL MEDIA) પર ખૂબ જ એક્ટિવ છે અને એક બીજા સાથે ફોટા અને વીડિયો શેર કરે છે. બિપાશા અને કરણ થોડા સમય માટે પોતાના પરિવારમાં વધારો કરવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કરણે આ મામલે ખુલ્લેઆમ વાત કરી છે. કરણે કહ્યું કે આ એક ‘કુદરતી પ્રક્રિયા’ છે. અને તે અંગે ઉતાવળ કરવી ખોટું હશે.

ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે બિપાશાની ગર્ભાવસ્થાની અફવાઓએ તેમને નિરાશ કર્યા છે. તો આના પર, કરણ કહે છે કે આ એક કુદરતી પ્રક્રિયા છે – લોકો મળે છે, પ્રેમ કરે છે, પછી લગ્ન કરે છે અને પછીથી પરિવાર માટે આયોજન કરે છે.

કરણે વધુમાં કહ્યું કે, ખબર નહીં કેમ લોકો અમારા પરિવાર માટે યોજના બનાવે છે. તેઓએ આવું ન કરવું જોઈએ, આ અંગે અમે જ કોઈ પણ નિર્ણય લઈશું. કરણે વધુમાં મજાકથી કહ્યું કે, મેં ઘણા લોકોને કહ્યું છે કે હું ગર્ભવતી છું પણ કોઈ મારા પર વિશ્વાસ નથી કરતો. કરણે એમ પણ કહ્યું કે, શું તમે મારા ચહેરા પર ‘પ્રેગ્નન્સી ગ્લો’ જોઈ શકો છો? સાથે જ કરણે સ્પષ્ટ કરી દીધું હતું કે, તે અત્યારે કોઈ ફેમિલી પ્લાનિંગ નથી કરી રહ્યો.

તે જ સમયે, કરણ તેના તાજેતરના રિલીઝ થયેલા વેબ શો કુબૂલ હૈ 2.0 વિશે વાત કરે તે પહેલાં કરણે કહ્યું હતું કે, અસદ અને ઝોયાની ભૂમિકા એક સરખી છે. અને અસદનો પરિવાર પણ પહેલા વાળા છે. પરંતુ ઝોયાનો પરિવાર આ વખતે અલગ છે. ઉપરાંત, શોની વાર્તામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા, જેને દર્શકો ખૂબ જ પસંદ કરવા જઇ રહ્યા છે. તેમાં એક્શનની સાથે રોમાંચક પણ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top