બિલ્ડિંગના છત પર લઇ જઇને શરીર સંબંધ બાંધ્યા હતા
સગીર વિદ્યાર્થિની સાથે શારીરિક અપડલા કરનાર ટ્યુશન સંચાલકની ધરપકડ
પ્રતિનિધિ વડોદરા તા.31
માણેજા વિસ્તારમાં રહેતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત બે યુવકો દ્વારા 14 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારતા તેને ત્રણ મહિનાનો ગર્ભ રહી ગયો હતો. જેની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સગીર સહિત બેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રહેતા અજય મહિડા તથા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર દ્વારા તેના તેમના ઘર પાસે રહેતી 14 વર્ષીય સગીરાને મકાનના છત પર લઇ જઇને તેના સાથે વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. પાંચથી છ વાર સગીરા સાથે શરીર સંબંધ બાંધવામાં આવ્યા હતા. જેના કારણે સગીરાનું પેટ દિવસેને દિવસ વધતા માતાને શંકા ગઇ હતી. જેથી માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી મકરપુરા પોલીસે સગીરાની મેડિકલ સારવાર શરૂ કરાવી પૂછપરછ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર તથા અજય મહિડા દ્વારા તેની સાથે બળજબરીપૂર્વક પાંચથી છ વખત શરીર સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી મકરપુરા પોલીસ દ્વારા બંને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજા બનાવમાં માંજલપુર વિસ્તારમાં ટ્યુશન ક્લાસ ચલાવતા વિક્રાંત નિતિન રાવલ દ્વારા વિદ્યાર્થી સાથે શારીરિક અડપલા કર્યાં હતા. જેની માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.