Vadodara

વિહકલ પુલના વાહનોમાં ડીઝલ ચોરીનું ચાલતું નેટવર્ક, ધર્મેશ રાણાની શંકાસ્પદ ભૂમિકા

વોર્ડ 4ના કોર્પોરેટર વિનોદ ભરવાડે ચોરી પકડી, ધર્મેશ રાણાએ પૂરતી તપાસ વગર જ ક્લીન ચીટ આપી દીધી



વડોદરા ભાજપા ના વોર્ડ 4 ના જાગૃત કાઉન્સિલર વિનોદ ભરવાડ દવારા આજે પાલિકાના એક ડમ્પર અને મીની જેસીબીના ડ્રાઇવરને ડીઝલ ચોરીના આક્ષેપ સાથે પકડ્યા હતાં. કાઉન્સિલર વિનોદ ભરવાડ દ્વારા ડ્રાઈવર ને પૂછ પરછ કરતા તેઓને શંકા જતા તાત્કાલિક અધિકારીઓ ને સ્થળ પર બોલાવ્યા હતા.
વિહકલ પુલ અને વોર્ડ ઓફીસો માં ડીઝલ ચોરી મોટા પ્રમાણ માં થતી હોવાનો કાઉન્સિલર વિનોદ ભરવાડે આક્ષેપ કર્યો હતો.
જોકે વિહકલ પુલ અધિકારી જગદીશ ભાંભોરે ધર્મેશ રાણા સાથે સંકલન કરી પૂરતી તપાસ વગર જ વિહકલ પુલ ના ડ્રાઇવર મોહમ્મદ સલમાનને ક્લીન ચિટ આપી હતી. જેથી ધર્મેશ રાણાની ભૂમિકા જ શંકાના દાયરામાં આવી ગઈ છે. ધર્મેશ રાણાની મીઠી નજર હેઠળ તો આ કૌભાંડ નથી ચાલી રહ્યું ને એવા સવાલો ઉભા થયા છે.



આજરોજ વડોદરા સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે જેસીબી અને મીની ડમ્પર ઊભા રહેલા જોઈએ જાગૃત કાઉન્સિલર વિનોદ ભરવાડને શંકા જતા ડ્રાઇવરની પૂછપરછ કરી હતી. તેઓ ત્યાં ડમ્પર અને જીસીબીમાંથી ડીઝલ કાઢતા હોવાનું કાઉન્સિલરનું કહેવું છે. તેઓએ ફોટા અને વિડિયો પણ ઉતારેલો હતો. તેઓએ ડ્રાઇવરને પૂછતા જણાવવામાં આવ્યું હતું કે ડીઝલ ખૂટી જતા અમે કારબામાં લઈને આવેલા હોય અમે ડમ્પરમાં ડીઝલ પૂરી રહ્યા છે .કાઉન્સિલર વિનોદ ભરવાડ તેઓને પૂછ્યું હતું નજીકમાં વોર્ડ પાંચની ઓફિસ છે તમે ત્યાં જઈને કેમ તમારા વાહનમાં ડીઝલ નથી પૂરતા ? તેઓએ વાહનમાં તપાસ કરતા 15 લીટર ડીઝલ હોવાનું જાણવા મળ્યું હતું.

કાઉન્સિલર વિનોદ ભરવાડે જણાવ્યું હતું 15 લીટર ડીઝલમાં તમે પરત પહોંચી શકો એમ હતું તે છતાં અંધારામાં ઊભા રહી ખૂણામાં ઊભા રહી એકાંત જગ્યાએ ઊભા રહી ડીઝલ કેમ્પ પૂરો છો? ડ્રાઇવરે બરાબર જવાબ ન આપતા તેઓએ તાત્કાલિક અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા સ્થળ પર આવી પહોંચેલા અધિકારીઓએ જોતા 15 લિટર ડીઝલ વાહનમાં હતું એ નક્કી થઈ ગયું હતું. વિહકલ પુલ અધિકારી જગદીશ ભાંભોરે સ્થળ વિઝીટ કર્યા પછી ડ્રાઇવરને ક્લીન ચીટ આપી દીધી હોય જણાવ્યું હતું. કાઉન્સિલર વિનોદ ભરવાડ તેઓને દંડની કાર્યવાહી કરવા કહ્યું ત્યારે અધિકારીઓએ જણાવ્યું આપ પોલીસ ફરિયાદ કરો. ત્યાર પછી અમે એક્શન લઈએ .આ પરથી એવું દેખાઈ આવે છે તમામ લોકો અધિકારીઓ મળેલા હોય કટકી ખાતા હોય એવું દેખાઈ આવે છે. આ પહેલી વખત બનાવ બન્યો નથી. વિનોદ ભરવાડનું કેવું છે ડીઝલની ચોરી હવે ખુલ્લેઆમ થવા લાગી છે અને અધિકારીઓ એ લોકોને સાથ આપે છે. જેથી મીલી ભગતની શંકા જાય છે.

Most Popular

To Top