Vadodara

વાઘોડિયામાં બાઈક આવીને કાર સાથે અથડાઇ: જુઓ રફતારના શોખીનો કંપી ઉઠે તેવા CCTV ફૂટેજ


બાઈકની ઓવરસ્પીડના કારણે વધુ એક અકસ્માત સર્જાયો , રફ્તારના શોખીનો માટે આ લાલબત્તી સમાન ઘટના


સોમવારે વાઘોડિયામાં ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતના CCTV સામે આવ્યા છે. જ્યાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. તેજ રફ્તારે બાઈક ચાલકનો જીવ લીધો હતો. બનાવમાં બાઈક ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું. ટાયર કંપનીના ગેટ સામે અકસ્માતની ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, કાર ચાલક ટર્ન લઇ રહ્યો છે. પરંતુ પાછળથી આવતો બાઇક ચાલક એટલી હદે સ્પીડમાં આવી રહ્યો હતો કે તે પોતાની બાઇક પર કાબુ મેળવી શક્યો નહોતો.
બાઇક ચાલક ધડાકાભેર કાર સાથે અથડાયો હતો. ત્યાર બાદ સામેના રસ્તા પર સામેની સાઇડથી આવતી બીજી કાર સાથે પણ તે ભટકાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. પરંતુ યુવાનને સારવાર મળે તે પહેલાં જ તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટના વાઘોડિયામાં એક ખાનગી કંપની આવેલી છે, તેના ગેટની સામે બની છે. પૂરપાટ ઝડપે વાહન હંકારતા ચાલકોએ આ સીસીટીવી ફૂટેજ જોવાની જરૂર છે અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની જરૂર છે.

Most Popular

To Top