પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર સબ જેલમાં અપહરણ પોકસો અને ચોરીના ગુનામાં કાચા કામનો કેદી (આરોપી) પ્રવીણભાઈ મથુરભાઈ રાઠવા ને પેટમાં દુખાવો તથા ઝાડા - ઉલટી ની ફરિયાદ કરતા હોય જેથી સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને દાખલ કરવામાં આવ્યો હતો સારવાર દરમિયાન આજરોજ તારીખ 22 જુલાઈ ના વહેલી સવારે 8:00 કલાકની આસપાસના સમયગાળા દરમિયાન પલંગમાં બાંધેલી હાથ કડી માંથી હાથ કાઢીને પ્રવીણ રાઠવા હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો જેને પકડવા પોલીસ તંત્ર એડી ચોટીનું જોર લગાવી રહી છે અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં આજરોજ સબ જેલ છોટાઉદેપુર નો કાચા કામનો કેદી પ્રવિણ મથુર રાઠવા ની તબિયત બગડતા તેને દાખલ કરવામાં આવ્યો હોય જે સારવાર દરમિયાન પોલીસથી અને હોસ્પિટલના કર્મચારીઓથી પણ નજર છુપાવી હથકડી માંથી હાથ કાઢી માંથી હાથ કાઢી જપ્તાની પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો જેમાં તેને પકડવા પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી અને વોચ ગોઠવવામાં આવી છે સમગ્ર છોટાઉદેપુરમાં આ રીતના આરોપી સારવાર દરમિયાન ભાગી જતા ભારે ખળભળાટ મચી ગયો હતો. જ્યારે આરોપીને પકડવા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાંથી પોકસોના ગુનાનો આરોપી ફરાર પોલીસ દ્વારા શોધખોળ શરૂ …
By
Posted on