Vadodara

વડોદરા:ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા જરુરિયાતમંદ પરિવારોના 25 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટની સહાય….

ટીમ સહાય ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ જયેશ મિસ્ત્રી અને સંસ્થાના સભ્યો તરફથી પોતાની યથાશકિત મુજબ છેલ્લા 8 વર્ષથી દર વર્ષે નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટની સહાય કરવામાં આવે છે. આ વર્ષે પણ કિશનવાડી વિસ્તારમાં આવેલ વુડાના આવાસમાં રહેતા જરૂરિયાતમંદ અને અભ્યાસમાં તેજસ્વી 25 વિદ્યાર્થીઓને વોર્ડ નંબર 6 માં વારસિયા વિસ્તારમાં આવેલ દાદીચૈનાની શાળા ખાતે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું.જેમાં મોટા ચોપડા , નોટ બુક , અને અન્ય શૈક્ષણિક કાર્ય માં ઉપયોગી સાધન સામગ્રી આપવામાં આવી હતી.

Most Popular

To Top