Vadodara

વડોદરા : એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ધડાકા થતા રહીશોના જીવ પડીકે બંધાયા

ફતેગંજના હેમ્પટન સ્વેર એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ

એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે ધડાકા થયા બાદ લાઈટો ગુલ..

વડોદરા શહેરમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે. છૂટાછાયા છવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તો ક્યાંકને ક્યાંક વીજ કંપનીની પણ બેદરકારી પણ જોવા મળી રહી છે. તેવામાં ફતેગંજ વિસ્તારમાં આવેલા હેમ્પ્ટન સ્ક્વેર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટ થતા ધડાકા થયા હતા. ધડાકાના મોટા અવાજથી સમગ્ર એપાર્ટમેન્ટના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. શોર્ટ સર્કિટ થતા આખા એપાર્ટમેન્ટની લાઇટો ડૂલ થઈ ગઈ હતી. જેના કારણે રહીશો મુશ્કેલીમાં મૂકાયા હતા.

વડોદરા શહેરમાં વરસાદી માહોલ ટાણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આગજનીના બનાવો સામે આવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાના કિસ્સા પણ બન્યા છે. થોડા સમય પહેલા ગોરવા અને વારસિયા વિસ્તારમાં સોસાયટીમાં વીજવાયરો ઉપર શોર્ટ સર્કિટને કારણે ધડાકા થયા બાદ જીવંત વીજ વાયરો નીચે તૂટી પડ્યા હતા. ત્યારે વધુ એક વખત શોર્ટ સર્કિટને કારણે ધડાકા થયા હોવાની ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી.

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં હેમ્પટન સ્ક્વેર એપાર્ટમેન્ટ આવેલું છે. મોડી રાત્રે આ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં વાયરીંગમાં કોઈ ખામીને કારણે શોર્ટ સર્કિટ થયો હતો. જે બાદ અચાનક ધડાકા થયા હતા. ધડાકાના મોટા અવાજથી આખા એપાર્ટમેન્ટના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. બીજી તરફ શોર્ટ સર્કિટને કારણે આખા એપાર્ટમેન્ટની લાઈટ ડૂલ થઈ ગઈ હતી. આખી રાત વિસ્તારના રહીશોને વીજળી વિના વિતાવી પડી હતી. જ્યારે એમજીવીસીએલને જાણ કરવામાં આવતા આગળની કામગીરી હાથધરી હોવાનું જાણવા મળ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહિ થઈ હોવાની માહિતી સાંપડી હતી.

Most Popular

To Top