સુરત: સુરતના ડિંડોલીમાંથી (Dindoli) આત્મહત્યાનો (Suicide) બનાવ સામે આવ્યો છે. લગ્નના (Marriage) બે મહિના પહેલા જ યુવકે આત્મહત્યા (Suicide) કરી લેતા પરિવારનો શોકમાં (Mourning) ગરકાવ થયો છે. યુવકને પાઇલ્સ (Piles) બીમારી હતી અને કોઈ નોકરી (Job) પણ મળતી નહતી. જેથી યુવકે સુસાઇડનોટ (Suicide Note) લખી આત્મહત્યા કરી હતી. મળતી માહિતી અનુસાર યુવકે આ બે કારણોસર ડિપ્રેશનમાં (Depression) આવી આત્મહત્યા કરી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના ડિંડોલીમાં લગ્નના બે મહિના પહેલા એક યુવક ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. મૃતક યોગેશ કોટિક અખાડાના જિમ ટ્રેનર બનેવી સાથે હેલ્પર તરીકે કામ કરતો હતો. એટલું જ નહીં પણ પાઈલ્સની બીમારીથી પીડીત યોગેશને કામકાજ ન મળતું હોવાનું માનસિક તણાવ પણ હતું.
આત્મહત્યા કરવા પહેલા યોગેશે સુસાઈડ નોટ લખી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં તેણે પોતાની બીમારી અને લગ્નનો ઉલ્લેખ કર્યો છે. યોગેશે લખ્યું હતું કે, ‘મમ્મી-પપ્પા હું તમારા ઉપર બોજ બનવા નથી માંગતો. હવે મારાથી દવા નથી પીવાતી અને આ કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું.’ આ સાથે જ તેણે પોતાની નોકરી અને લગ્નનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાલ પોલીસે યોગેશના આપઘાત કેસમાં સુસાઈડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારે જણાવ્યું હતું કે, યોગેશ કોટિકની ઉંમર માત્ર 26 વર્ષ હતી. તે એક બહેન, એક ભાઈ અને માતા-પિતા સાથે ડીંડોલીના માનસી રેસિડેન્સીમાં રહેતો હતો. યોગેશ આજે સવારે તેઓના બીજા ઘરે એટલે કે પ્રેમ નગરમાં ગયો હતો. જ્યાંથી એનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પાડોશીઓએ યોગેશને લટકતો જોઈ પરિવારને અને યોગેશના મિત્રોને ફોન કરી જાણ કરી હતી.
વધુમાં જાણવા મળ્યું હતું કે યોગેશ એના બનેવી કે જેઓ જિમ ટ્રેનર છે તેમની સાથે હેલ્પર તરીકે કામે જતો હતો. એક મહિના પહેલા જ યોગેશની સગાઈ થઈ હતી. અને બે મહિના બાદ લગ્ન લેવાના હતા. આખું પરિવાર યોગેશમાં લગ્નની તૈયારીમાં હતું. જો કે થોડા દિવસોથી યોગેશને પાઈલ્સની બીમારીનો અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. બીજી બાજુ લગ્ન અને કોઈ કામકાજ ન હોવાથી યોગેશ માનસિક તણાવમાં રહેતો હતો. યોગેશના આપઘાત પાછળ લગભગ આ બન્ને કારણો જવાબદાર હોવાનું કહી શકાય છે. હાલ ડિંડોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
‘મમ્મી-પપ્પા હું બોજ બનવા નથી માંગતો’ કહી ડિંડોલીમાં ડિપ્રેશનના કારણે યુવકે કરી આત્મહત્યા
By
Posted on