SURAT

સુરતનાં નાનપુરામાં જન્મ દિવસની ઉજવણી પહેલા યુવકની આંગળી કાપી માથામાં ઘા મારી નિર્મમ હત્યા

સુરત: નાનપુરા પોલીસ (Police) ચોકી નજીક કોસાડના મુસ્લિમ યુવાને પીપલોદના યુવાનને જાહેરમાં ચપ્પુના (knife) ઘા મારી પતાવી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો. બહેનપણીના પુત્રના જન્મ દિવસની કેક કાપવાના બહાને બોલાવાયેલા પાર્થ આહીરકરની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ મિત્રોની નજર સામે યુવતીએ હુમલાખોરને માર માર કહીને ઉશ્કેર્યો હોવાનું જાણવા મળ્યું છે. પાર્થ પીપલોદમાં ચિકનની લારી ચલાવતો હોવાનું અને પરિણીત હોવાનું પરિવારે જણાવ્યું છે.

રમેશભાઈ આહીરકર (પીડિત પિતા) એ જણાવ્યું હતું કે પાર્થ પરિણીત છે. એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. એની પત્નીને 6 માસનો ગર્ભ છે. હજી પાર્થના નિધનથી અજાણ છે. બે સંતાનોમાં પાર્થ નાનો દીકરો હતો. પીપલોદમાં ચિકનની લારી ચલાવતો હતો. રાત્રે લારી બંધ કરી મિત્રો સાથે નીકળ્યો હતો. રાત્રે 1:30 વાગે ફોન પર ખબર પડી કે પાર્થ હોસ્પિટલમાં દાખલ છે જલ્દી આવો, ખાનગી હોસ્પિટલમાં ગયા તો પાર્થ છેલ્લા શ્વાસ લેતો હતો. બસ 2 વાગે અંતિમ શ્વાસ લીધા બાદ પરિવારને છોડીને ચાલ્યો ગયો હતો.

મિત્રોએ જણાવ્યું હતું કે પાર્થ ને જન્મ દિવસની ઉજવણી માટે બોલાવવામાં આવ્યો હતો. બહેનપણીના પુત્ર ના જન્મ દિવસ ની કેક કાપવા પહેલા પાર્થ હુમલાખોર યુવક સાથે પાર્કિંગમાં વાતચીત કરી રહ્યો હતો. થોડીવાર પછી અચાનક હુમલાખોર યુવકે પાર્થ ને માથામાં, પીઠ પર ચપ્પુ ઘુસાડી જમણા હાથની આંગળી કાપી નાખી હતી. એટલું જ નહીં પણ સ્થળ પર હાજર એક યુવતી માર મારી કહી હુમલાખોર ને ઉશ્કેરતી હતી. ગણતરીની મિનિટમાં હુમલા બાદ ઘવાયેલો પાર્થ જમીન પર ઢળી પડ્યો હતો. ભાગદોડ મચી ગઇ હતી પાર્થને હોસ્પિટલ લઈ ગયા હતા. હુમલાખોર અને યુવતી બન્ને ભાગી ગયા હતા. કેક કાપવાની ઉજવણી માતમમાં બદલાય ગઈ હતી.

વધુમાં જણાવ્યું હતું કે, પાર્થ પર હુમલા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ પરિવાર થી છુપાઈ ને પાર્થ જન્મ દિવસની ઉજવણી માં પ્રેમિકાને મળવા ગયો હતો. જે બહેનપણીના પુત્રના જન્મ દિવસની ઉજવણીમાં પાર્થનો સાળો પણ હતો. બીજા ત્રણ મિત્રો પણ હતા. જેઓએ આખી ઘટનાને નજરે જોઈ છે. પોલીસે હુમલાખોર ને ઝડપી પાડ્યો છે. મિત્રો અને એમના ફોન પણ કબજે લીધા છે. ઘટનાનો લાઈવ વિડીયો પણ બન્યો હોવાની વાત છે.

વિજય સિંહ ગુર્જર (સુરત ડીસીપી ઝોન – 4) એ જણાવ્યું હતુંવકે ઘટના મંગળવારની મોડી રાતની છે. જન્મ દિવસની પાર્ટીમાં હુમલો થયો છે. હત્યા પાછળ નું કારણ યુવતી સાથેનું પ્રેમ પ્રકરણ કહી શકાય છે. આરોપી હત્યારો ઝડપાઇ ગયો છે જેની પૂછપરછ ચાલી રહી છે.

Most Popular

To Top