વડોદરા : શહેરમાં તસ્કરો એટલી હદે બૈખોફ બન્યા છે કે પ્રજાના રક્ષક ગણાતા પોલીસના ઘરમાં પણ ચોરી કરતા ડરતા નથી.સમા સાવલી રોડ પર શિવા શિવ ડુપ્લેક્ષમાં રહેતા સ્પેશિયલ બ્રાન્ચના એએસઆઈના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચાંદીના 500 ગ્રામ વજનના ઘરેણા 22 હજારની ચોરી ફરાર થઈ ગયા છે. શહેરના સમા સાવલી રોડ ઉપર આવેલા શિવા શિવ ડુપ્લેક્ષમાં રહેતા રણજીતસિંહ સિનોરા અનાર્મ એએસઆઈ તરીકે સ્પેશિયલ બ્રાંચમાં ફરજ બજાવે છે. 28 જૂનના રોજ તેઓ ચાર દિવસની રજા લઈ પરિવાર સાથે પોતાના વતનમાં ગયા હતા.
રવિવારે સાંજે પરત આવતા મકાનના મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તૂટેલી હાલતમાં જણાયું હતું અને ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો.જેથી તેઓને ઘરમાં કાઇ અજુગતુ થઇ હોવાની શંકા ગઇ હતી. તેઓ ઘરમાં તપાસ કરતા તસ્કરો કબાટમાંથી 500 ગ્રામ વજનના રૂ. 22 હજારની કિંમત ધરાવતા ચાંદીના છડા ચોરી ફરાર થયાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે શહેરના વસતી જનતા દરેક પ્રકારની ગુનાઇત પ્રવતિઓમાં પોલીસ રક્ષણ આપતી હોય છે.