SURAT

સુરતની યુવતી લગ્ન કરી ઓસ્ટ્રેલિયા ગઈ, યુવતીને પતિનું અન્ય મહિલા સાથે અફેર હોવાનુ માલુમ પડ્યા બાદ…

સુરત : સુરતમાં (Surat) પ્રેમલગ્ન કરીને ઓસ્ટ્રેલિયા ગયેલી યુવતી પાસે પચ્ચીસ લાખ રૂપિયા રોકડ રકમની માંગણી કરનાર પતિ તથા સાસુ, સસરા સામે મહિલા પોલીસ મથકમાં (Police Station) ગુનો દાખલ થયો હતો. ખુશ્બુ જીતેન્દ્રકુમાર ઉધનાવાળાની પુત્રી તથા સાગર કિશોરભાઈ પારેખની પત્ની (ઉં-૨૮ ધંધો- ઘરકામ, રહે- બી-૪૪, પાર્શ્વનાથ નગર સોસાયટી, ઓમકાર રેસીડેન્સી પાલનપોર ગામ)એ મહિલા પોલીસ મથકમાં દહેજ માટે માનસિક યાતના અને ઓસ્ટ્રેલિયામાં રહેવુ હોય તો 25 લાખ રૂપિયા રોકડા આપવાની વાત કરનાર પતિ સાગર અને તેના પરિવાર સામે દહેજ વિરોધી કલમ અને શારિરીક અને માનસિક અત્યાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ મામલે ખુશ્બુએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે સાગરે લગ્ન પહેલા સંખ્યાબંધ વખત તેને પ્રપોઝ કરી હતી. તેણે આ મામલે ના પણ પાડી હતી. બાદમાં યેનકેન પ્રમાણે તેને સમજાવીને અને મીઠી વાતો કરીને લગ્ન કરી લીધા હતા. તથા તેને ઓસ્ટ્રેલિયા લઇ ગયા હતા. તેના માતા પિતાને પણ લગ્ન ઓસ્ટ્રેલિયા લઇ જવાનું કહી 8000 ડોલરનો ખર્ચો કરાવ્યો હતો. દરમિયાન લગ્નના થોડા મહિના પછી સાગરનું અન્ય મહિલા સીમરન સાથે અફેર હોવાનુ માલુમ પડ્યુ હતુ. બાદમાં આ મામલે પૂછતા પતિએ ખુશ્બુને ફટકારી હતી.

લગ્નના થોડા દિવસો પછી સાગર તથા તેના માતા- પિતા દ્વારા હેરાન કરવાનું શરૂ કરવામાં આવ્યુ હતુ. અને ઓસ્ટ્રેલિયામાં ઘર જોઇતુ હોય તો 25 લાખ રૂપિયા દહેજની માંગણી કરી હતી. આ મામલે બાદમાં કંટાળીને ખુશ્બુ સુરત પરત ફરી હતી અને સાસુ, સસરા તથા તેના પતિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો જેમાં (1) સાગર કિશોર પારેખ (રહે : યુનિટ ૪૨૪૧, શોનો ઈજાબેલ BVD પેસેફિક પાઈન્સ ગોલ્ડ કોસ્ટ QLD 2) કિશોરભાઈ ધનસુખભાઈ પારેખ તથા (3) કૈલાશ કિશોરભાઈ પારેખ (4211 બી-વ્યય, ગાયત્રીનગર પીપલ્સ બેંક પાસે કો બી-૧૧, ગાયત્રીનગર પીપલ્સ બેંક પાસે કતારગામ સુરત) સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top