Entertainment

આલિયા પછી બોલિવુડની આ અભિનેત્રીએ આપ્યો બાળકીને જન્મ

મુંબઈ: આલિયાભટ્ટ અને રણબીર કપૂર પછી બોલિવુડનું (Bollywood) પાવર કપલ બિપાશા બાસુ તેમજ કરણસિંહ ગ્રોવરને ત્યાં બાળકીનું (Baby girl) આગમન થયું છે. જણાવી દઈએ કે બિપાશાએ 43 વર્ષની વયે બાળકીને જન્મ આપ્યો છે. જાણકારી મળી આવી છે કે માતા તેમજ બાળકી બંને સ્વસ્થ છે. ચાહકો પણ બાળકીને બ્લેસિંગસ આપી રહ્યાં છે. તેમજ તેઓ બાળકીની પ્રથમ ઝલક જોવા માટે ઉત્સુક છે.

જણાવી દઈએ કે પ્રેગનેન્સી સમયે બિપાશા દ્વારા કરાવવામાં આવેલું મેટરનીટી ફોટોશુટે તેના ચાહકોના દિલની ધડકનને તેજ કરી દીઘા હતા. પ્રેગનેન્સી સમયે બિપાશાને તેના પરિવાર ઉપરાંત તેના ચાહકો પાસેથી પણ ભરપૂર પ્રેમ મળ્યો હતો. આલિયા અને રણબીર પછી આ કપલ પણ હવે પેરેન્ટસની પદવી મળી ગઈ છે. બિપાશા તેમજ કરણને બોલિવુડના પાવર કપલ કહેવામાં આવે છે. તેઓ બંને એકબીજા માટે પ્રેમ કરવા માટેનો એકપણ મોકો છોડતા નથી. હવે જોવું એ રહ્યું કે આ કપલ પોતાની નાની પરીની ઝલક તેઓના ચાહકો સમક્ષ કયારે કરાવશે.

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બી ટાઉનના સુંદર કપલમાંથી એક છે. બિપાશા-કરણના લગ્ન 2016માં થયા હતા, ત્યારબાદ 6 વર્ષ બાદ બિપાશા બાસુ 12 નવેમ્બરે માતા બની હતી. જણાવી દઈએ કે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર 2015માં ફિલ્મ ‘અલોન’ના સેટ પર મળ્યા હતા. આ દરમિયાન બંને એકબીજાના મિત્રો બની ગયા અને ટૂંક સમયમાં જ આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. થોડા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બિપાશા-કરણે લગ્ન કર્યા હતા. બિપાશા બાસુ પહેલા 6 નવેમ્બરે અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા-પિતા બન્યા હતા. આલિયા ભટ્ટે પણ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે.

બિપાશા બાસુએ વર્ષ 1996માં મોડલિંગથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ફિલ્મ ‘અજનબી’ કરી, જેમાં બિપાશા કરીના કપૂર, અક્ષય કુમાર સાથે જોવા મળી હતી. આ ફિલ્મ માટે બિપાશા બાસુને બેસ્ટ ફિમેલ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. બિપાશા બાસુની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ ‘રાઝ’ હતી. જે પછી બિપાશા સફળતાની સીડી ચડતી ગઈ. પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં બિપાશા બાસુએ એક્ટર જોન ઈબ્રાહિમને ડેટ કરી હતી. બંનેનો સંબંધ લગભગ 9 વર્ષ સુધી ચાલ્યો અને ચાહકોને પણ તેમની જોડી પસંદ આવી, પરંતુ અચાનક જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

Most Popular

To Top