એક ભવ્ય લગ્ન સમારંભ હતો.એક પ્રખ્યાત સાહિત્યકાર મિત્રના દીકરાને અને પુત્રવધૂને આશિષ આપવા લગ્નમાં ગયા.રીસેપ્શનમાં સ્ટેજ પર ગયા.વરરાજા અને નવવધૂ સાહિત્યકારને પગે લાગ્યા.સ્ટેજ પર ખૂબસૂરત જોડીને સુખી લગ્નજીવનના આશિષ આપતી સુંદર કવિતા તેમણે વાંચી સંભળાવી.બધાએ તાળીઓથી વધાવી. તેમણે તે કવિતા નવદંપતીને ભેટ આપી.વરરાજાએ કહ્યું, ‘અંકલ, આ મને મળેલી સૌથી સુંદર ગીફ્ટ છે. અમે તેને હંમેશા જાળવીશું.’ સાહિત્યકાર બોલ્યા, ‘દીકરા સૌથી સુંદર ગીફ્ટ તો તને તારા સાસુ સસરાએ આપી છે તેને જિંદગીભર સાચવજે.સમજ્યો.’વરરાજાના પિતાએ કહ્યું, ‘દોસ્ત, જરા તારી આગવી રીતમાં સાચી સમજ આપતો જા.’સાહિત્યકાર બોલ્યા, ‘એ જ કહું છું.
લે દીકરા, આ ૫૦૦ની નોટ તેને વાળીને ડૂચો કરી નાખ.બાળી નાખ.ફાડી નાખ. જે કરવું હોય તે કર. પછી આગળ વાત કરું છું.’વરરાજાએ કહ્યું, ‘અંકલ, કેવી વાત કરો છો? ૫૦૦ ની નોટ છે.પૈસા છે. તે તો લક્ષ્મી કહેવાય, તેને કંઈ આવી રીતે નુકસાન થોડું પહોંચાડાય.’ સાહિત્યકાર બોલ્યા, ‘વાહ સરસ દીકરા, કાગળ પર પૈસા રૂપી લક્ષ્મીને આટલું માન અને સન્માન આપતાં આવડે છે અને તેને નુકસાન ન પહોંચાડાય તે તું સમજે છે.તો તારી બાજુમાં જે અત્યારે ઊભી છે અને જીવન આખું ખભેથીખભા મિલાવી સારા સમયમાં અને ખરાબ સમયમાં હંમેશા તારો સાથ આપવાનું જેને વચન આપ્યું છે તે સાક્ષાત્ લક્ષ્મીસ્વરૂપ છે.
દરેક કુળવધૂને ગૃહલક્ષ્મી કહેવામાં આવે છે તો આ ગૃહલક્ષ્મીને તારી સાથીને કેટલું માન સન્માન આપવું તે તું નક્કી કરી લેજે.જેમ પૈસાની લક્ષ્મીને તું નુકસાન પહોંચાડવા તૈયાર નથી તેમ આ શ્વાસ લેતી, જીવતી જાગતી જેને પોતાનાં શમણાં છે અને પોતાનાને છોડીને જે તારી સાથે જીવન જીવવા આવી છે તેને તારા કોઈ વર્તનથી નુકસાન ન પહોંચે , દુઃખ ન થાય તેનું તું ખાસ ધ્યાન રાખજે.કાગળની લક્ષ્મી તો રોજ નવી કમાઈ શકાશે છતાં તું તેને જાળવવા માંગે છે તો આ તો તારા સાસુ -સસરાએ પોતાના જીવનનો કાળજાનો કટકો તને આપ્યો છે તેને બરાબર જવાબદારીપૂર્વક જાળવજે.સૌથી અણમોલ ગીફ્ટ તારી બાજુમાં ઊભી છે.તું એને જાળવીશ તો તે તો તારું જીવન શણગારવા જ આવી છે તે ખુશીઓથી તારા જીવનને ભરી દેશે.’સાહિત્યકારે બહુ જ સરસ રીતે સમજાવ્યું કે સઘળું છોડીને તમારી સાથે જીવન જોડનારને લક્ષ્મી સમજી જાળવજો અને માન આપજો.