જંબુસર: (Jambusar) જંબુસર તાલુકાના એક ગામની ૧૩ વર્ષની સગીરાને (13 year old girl) ગામના બે નરાધમે બાઈક (Bike) પર બેસાડી અજાણી જગ્યાએ લઇ જઈને બેરહેમીથી દુષ્કર્મ (Rape) આચરવાની ઘટના બનતાં ખળભળાટ મચી ગયો હતો. હજુ તો ઝઘડિયા તાલુકામાં સગીરા પર બળાત્કારનો કિસ્સો ભુલાયો નથી ત્યાં તો જંબુસર તાલુકામાં વધુ એક બનાવ બન્યો હતો.
ઝઘડિયા તાલુકાના એક ગામમાં એક સગીરાને આઠ નરાધમે બળાત્કાર કર્યા બાદ તમામની ધરપકડ (Arrest) થઇ ગઈ હતી. ત્યારે જંબુસર તાલુકામાં નિર્દોષ ૧૩ વર્ષની સગીરા ઉપર બે આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતું. જંબુસર તાલુકામાં મજૂરીકામ કરતા પરિવારની ૧૩ વર્ષની સગીરા રહેતી હતી. વિકૃત માનસિકતા ધરાવતા ગામના કાલીદાસ બુધાભાઈ રાઠોડ અને અમરસિંહ વિજયસિંહ યાદવને તા.૨૦/૨/૨૦૨૨ના રોજ બપોરે ૧૩ વર્ષની સગીરાની એકલતાનો લાભ લઈ બંને જણાએ મોં દબાવી જબરદસ્તી બાઈક પર બેસાડી અજાણી જગ્યાએ લઇ ગયા હતા. બાદ બંનેએ બળાત્કાર કર્યો હતો. દુષ્કર્મ બાદ બંને નરાધમોએ સગીરાને કોઈને જાણ કરીશ તો મારી નાંખીશું એવી ધમકી આપી હતી. ભોગ બનેલી સગીરાએ પરિવારને સમગ્ર ઘટના જણાવી દીધી હતી. જે બાબતે સગીરાના પિતાએ કાવી પોલીસમાં બંને ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જોળવા રેપ વિથ મર્ડર : મૃત બાળકી અને આરોપી બંનેના વતનમાંથી જાતિનું પ્રમાણપત્ર મેળવવા પોલીસની તજવીજ
પલસાણા: જોળવામાં 11 વર્ષની બાળકી સાથે બળાત્કાર બાદ હત્યાના મામલે પોલીસ દ્વારા ગુરુવારના રોજ આરોપીના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે આરોપીને સખત સજા થાય તે માટે મજબૂત પુરાવા ઊભા કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ પીડિત પરિવાર દલિત હોવાની વાત સામે આવતાં પોલીસે પીડિત અને આરોપી બંનેના વતનમાંથી જાતિનું પ્રમાણપત્ર મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે. જેથી અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ કાયદાની કલમ લગાડવી કે નહીં તે બાબત સ્પષ્ટ થઈ શકે.
ગત રવિવારના રોજ પલસાણા તાલુકાના જોળવા ગામની એક બિલ્ડિંગમાં રહેતી 11 વર્ષની માસૂમ બાળકીને અવાવરુ રૂમમાં લઈ જઇ પાડોશી દયાચંદ પટેલે બળાત્કાર ગુજાર્યા બાદ તેણીની હત્યા કરી નાંખી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ દયાચંદની ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત મદદગારી કરનાર અન્ય એક આરોપીની પણ અટક કરી છે. પોલીસે આરોપી દયાચંદને મંગળવારના રોજ મામલતદાર સમક્ષ ઓળખપરેડ માટે રજૂ કરાયો હતો. હજી કોવિડ રિપોર્ટ આવ્યો ન હોય રિમાન્ડ માટે આવતીકાલે એટલે કે ગુરુવારના રોજ પલસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
બીજી તરફ પીડિત પરિવાર અનુસૂચિત જાતિનો હોવાની વિગતો આવતાં પોલીસ દ્વારા એટ્રોસિટી કલમ લગાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે. જો કે, આરોપીઓ કઈ કેટેગરીમાં આવે છે તે પણ જાણવું જરૂરી હોવાથી હાલ પોલીસે પીડિત પરિવારના બિહારથી અને આરોપીઓના મધ્યપ્રદેશથી જાતિનું પ્રમાણપત્ર મંગાવવાની તજવીજ હાથ ધરી છે.