SURAT

નાનપુરામાં ગેરેજ બહાર પાર્ક 6 કાર સળગી ઉઠી: કારણ અકબંધ

સુરત: શહેરના નાનપુરા (Nanpura) વિસ્તારમાં ગત મોડી રાત્રે આગજનીની ઘટના બની હતી. આગ (Fire) ભીષણ હોવાના કારણે ઘટના સ્થળે પાર્ક 6 ભંગારની કાર (Car) બળીને (Burnt) ખાખ થઇ હતી. ત્યાર બાદ ફાયરને કોલ (Call) કરાતા જ ફાયરની ટીમ સક્રીય થઇ હતી અને આગને કાબુમાં લીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નાનપુરા ઝમરૂખ ગલીમાં મધરાત્રે એક ગેરેજ બહાર પાર્ક 6 ફોર વ્હીલ વાહનોમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. રાહદારીએ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયરના જવાનો દોડતા થઈ ગયા હતા. તેમજ અડાજણ અને મુગલીસરા ફાયર સ્ટેશનના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આગને કાબૂમા લેતા ગેરેજને બચાવી લેવાયુ હતું. ફાયર ઓફિસર બળવંત ભાઈએ જણાવ્યું હતું કે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું ન હતું. પરંતુ તમામ કાર ભંગાર હાલતમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

સમગ્ર મામલે ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ મધરાત્રે 3:01 મિનિટની હતી. એક સાથે 6 કાર સળગી રહી જવાનો કોલ મળતા જ બે ફાયર સ્ટેશનની ત્રણ ગાડી સ્થળ પર મોકલી દેવાય હતી. ફાયર ઓફિસર બળવંતએ જણાવ્યું હતું કે આગની જ્વાળા દૂરથી જ દેખાય રહી હતી. તેમજ ઘટના સ્થળે પહોંચતા જ સતત પાણીનો મારો ચલાવી આગને કંટ્રોલ કરી દેવાઈ હતી.

એટલું જ નહીં પણ ગેરેજને સળગતા બચાવવામાં પણ સફળ રહ્યા હતા. તેમજ આ આગજનીમાં તમામ પાર્ક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. પરંતુ બે કલાકના સમયગાળા દરમિયાન આગને કાબૂમાં લેવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી. ત્યાર બાદ ફાયરની ટીમ કુલિંગ કામ પણ પૂરું કરવામાં સફળ રહી હતી.

ફાયરને કોલ કરનાર ફર્સ્ટ પર્સન ફરાઝે સમગ્ર મામલે જણાવ્યું હતું કે ઘટના સમયે તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેમજ અચાનક આગ ભભૂકી ઉઠેલી જોઈ ફાયરને જાણ કરી હતી. થોડે દુર કેટલાક યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા. લગભગ કોઈ રોકેટ ઉડીને કાર પર આવી પડ્યું હોયને આગ લાગી હોય એવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી. જોકે આગ કઇ રીતે લાગી તે તપાસનો વિષય છે. પરંતુ મહામહેનતે આગને કાબૂ કરવામાં આવી હતી.

Most Popular

To Top