Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 21 કેસ: વલસાડમાં એકનું મોત

રાજ્યમાં બુધવારે સૌથી વધુ અમદાવાદ મનપામાં 6 કેસ સહિત કુલ નવા 21 કોરોનાના કેસ નોંધાયા છે. આ ઉપરાંત વલસાડમાં 5, સુરત મનપામાં 4, સુરત ગ્રામ્યમાં 2, વડોદરા ગ્રામ્યમાં 2, ખેડામાં 1 અને મહેસાણામાં 1 નવો કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં કોરોનાથી વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. આમ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 10,084 થયો છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 182 થઈ છે, જેમાંથી 03 વેન્ટિલેટર પર અને 179 દર્દીઓ સ્ટેબલ છે.

બીજી તરફ બુધવારે 18 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,794 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના સાજા થવાનો દર 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં બુધવારે 10 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 2,947ને બીજો ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 28,004 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 61,618ને બીજો ડોઝ, તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 90,644 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,50,086 વ્યક્તિને બીજો ડોઝ મળી કુલ 3,33,309 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,28,55,962 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top