Gujarat

વેપાર-વાણિજ્ય એકમોના કર્મચારીઓ માટે વેક્સિન લેવાની સમયમર્યાદા 10મી જુલાઈ સુધી લંબાવાઈ

રાજ્યમાં વેપાર-વાણિજ્યના એકમોના કર્મચારીઓ માટે વેક્સિન લેવાનું ફરજિયાત કરી દેવાયુ છે. ત્યારે હવે સરકારે તેની સમયમર્યાદા 10 મી જુલાઈ સુધી લંબાવી છે.આજે સાંજે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસાથેને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ વેપાર વાણિજ્યના એકમોના કર્મચારીઓ માટે વેક્સિન ફરજિયાત કરાઈ છે ત્યારે તે લેવાની સમયમર્યાદા વધારીને 10 મી જુલાઈ કરાઈ છે.

બીજી તરફ કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેક્સિનની રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે ૩૦મી જૂન ર૦ર૧ સુધીમાં રાજ્યમાં ૪૧ ટકા લોકોને વેક્સિનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪,૯૩,ર૦,૯૦૩ લોકોમાંથી ૪૦.૭૭ ટકા એટલે કે ર કરોડ ૬૧ હજાર રપપ લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.

એટલું જ નહીં, પ૬ લાખ ૧૬ હજાર ૭૩૬ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેક્સિનની વિગતો આપવામાં આવી હતી. રાજ્યમાં ૩૦મી જૂને ર લાખ ૮૪ હજાર ૧રપ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આમ સૌને કોરોના વેક્સિનેશન આપવા માટે શરૂ કરાયેલી ઝૂંબેશના પરિણામે ૩૦મી જૂન સુધીમાં ર કરોડ પ૬ લાખ ૭૭ હજાર ૯૯૧ લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. ઉપરાંત ૧૯,૬૩,૦પ૮ હેલ્થકેર વકર્સ અને ફ્રન્ટલાઇન વર્કર, ૪પથી વધુ વયના ૧,૦૮,૨૯,૪૫૨ તેમજ ૧૮ થી ૪૪ વયજૂથના ૭ર,૬૮,૪૭પ લોકોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top