Vadodara

હોળી-ધૂળેટી સ્પેશ્યલ : વડોદરા એસટી ડેપોથી 300થી વધુ બસો મૂકવાનું આયોજન

ગત વર્ષે 255 બસોનું આયોજન કરવામાં આવ્યું હતું

વડોદરા,બોડેલી, છોટા ઉદેપુર, ડભોઈ, કરજણ, પાદરા તથા વાઘોડીયા ડેપોને પણ વધારાની બસો ફાળવી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે

વડોદરા: હોળી ધૂળેટીના પર્વને ખાસ ધ્યાને રાખી આગામી તા.૨૫ માર્ચ સુધી વડોદરા ડેપોથી એક્સ્ટ્રા સરકારી બસોનું સંચાલન કરાશે. હોળી- ધૂળેટીનો પર્વ ઉજવવા મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે, ત્યારે મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે.

હોળી પર્વ નિમિત્તે વધારાના ટ્રાફિક તેમજ મુસાફરોને વધારે સુવિધા મળી રહે તે હેતુસર ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા વડોદરા વિભાગને વધારાની બસો ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તા.25 માર્ચ સુધી વડોદરા વિભાગના તમામ ડેપો પરથી સરકારી બસોના એક્સ્ટ્રા સંચાલનનો નિર્ણય જીએસઆરટીસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા ડેપોથી વધારાની બસો આગામી તા. 25 માર્ચ સુધી દરરોજ વધારાની 100 બસનું એક્સ્ટ્રા સંચાલન કરાશે. એટલે કે હોળી પર્વના આ પાંચ દિવસ દરમિયાન મુસાફરોની સુવિધા અને સરળતા માટે વડોદરા ડેપો રોજિંદી ઉપરાંત 100 વધારાની બસોનું સંચાલન કરશે. વડોદરા વિભાગમાં સમાવિષ્ટ વડોદરા,બોડેલી, છોટા ઉદેપુર, ડભોઈ, કરજણ, પાદરા તથા વાઘોડીયા ડેપોને પણ વધારાની બસો ફાળવી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે.

ગત વર્ષે 255 બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે તેના કરતા વધારે મુસાફરોની શક્યતાઓને ધ્યાને રાખવામાં આવી છે. આ વર્ષએ 330 બસો મુકવાનું આયોજન કર્યું છે. 20 માર્ચથી આ સાથેનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે. 50 બસો એક્સ્ટ્રા મુકવામાં આવી છે, જે પૈકી 27 બસોનો મુસાફરોએ લાભ લીધો છે. આજથી 75 ટ્રીપ કરવામાં આવનાર છે. જેને ક્રમશ વધારતા વધારતા 110 ટ્રીપ સુધી લઈ જવાના છે. આ વખતે હોળી ધૂળેટીમાં વતન જવા માટે 330 બસો મુકી છે.

Most Popular

To Top