Vadodara

સુરુચિ સોસાયટીમાં દબાણો તોડવાપાલિકાએ જેસીબી મશીન મોકલ્યા

વડોદરા,તા. 27
શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સુરુચિ સોસાયટીના રહીશો પાણી અંગે રજૂઆત કરવા ગયા હતા જ્યાં એક રહીશનું હૃદય રોગના હુમલાના કારણે મોત નીપજ્યું હતું. જો કે આ ઘટના બાદ મંગળવારે પાલિકા દ્વારા નવી નલિકાઓ નાખવા માટેની કામગીરી શરુ કરાઈ હતી અને કેટલીક લાઈનો કમ્પાઉન્ડ વોલ અથવા તો સીડીની નીચે હોવાથી તે દબાણો દૂર કરવા જેસીબી મશીન મોકલી આપ્યા હતા જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને જેસીબી મશીન પરત મોકલી આપ્યા હતા.
પાણીની મોકાણમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. સોમવારે શહેરના વોર્ડ નંબર 6માં આવેલ સુરુચિ સોસાયટીના રહીશો પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં રહીશો અને સિક્યુરિટી વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું દરમિયાન એક સ્થાનિક રહીશ શંકરભાઈ ખટવાણીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા અને મૃત્યુ થયું હતું. જો કે આ ઘટના બાદ પાલિકા સામે ફિટકાર વરસી રહ્યો છે. પાણી માટે રહીશે અંતિમ શ્વાસ સુધી લડવું પડ્યું. તો બીજી તરફ પાલિકાના અધિકારીઓ દ્વારા પાણીની લાઈન બદલવાની કામગીરી ચાલી રહી છે તેવું ગાણું ગાવામાં આવ્યું હતું. મંગળવારે હજુ મૃતક શંકરભાઈના અંતિમ સંસ્કાર થાય તે પહેલા પાલિકાના જેસીબી મશીન લઈ સોસાયટીમાં પહોંચી ગયા હતા. અને લાઈનો બદલવાની કામગીરીના ઓથા હેઠળ કેટલીક કમ્પાઉન્ડ વોલ અને દીવાલો તોડવાનું જણાવવામાં આવ્યું હતું. પાણીની કેટલીક લાઈનો ઓટલા નીચે હોવાથી તેને તોડ્યા બાદ જ તે નવી નાખી શકાય તેમ હોઈ જેસીબી મશીન મોકલવામાં આવ્યા હતા. જો કે સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો અને જેસીબી મશીન પરત મોકલ્યા હતા. પાલિકા દ્વારા બે મજૂરો મૂકી ખોદકામની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top