Vadodara

સીબીએસઈ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાનો આવતી કાલ થી પ્રારંભ :

વેબસાઈટ પર સેમ્પલ પેપરો મૂકાયા :

ફેક એકાઉન્ટ : સીબીએસઈના નામે બોગસ એકાઉન્ટ બનાવી જે લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા હોય તેમનાથી સાવધ રહેવા જણાવાયું :

( પ્રતિનિધિ ) વડોદર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો ગુરુવાર થી પ્રારંભ થશે . વડોદરા શહેરમાંથી 50 થી વધુ શાળાના વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપશે. આ પરીક્ષાને લઈને શાળાઓમાં બેઠક વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી.

સીબીએસઈ ની ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાનો ગુરુવાર થી પ્રારંભ . તમામ વિદ્યાર્થીઓએ છેલ્લી ઘડીની તમામ તૈયારીઓ પણ કરી દીધી છે, ત્યારે આ પરીક્ષા ને લઈને પરીક્ષા કેન્દ્રોમાં પણ બેઠક વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી બીજી તરફ સીબીએસસી બોર્ડએ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે અગાઉના વર્ષના સેમ્પલ પેપર તેની વેબસાઈટ ઉપર મૂક્યા છે. વિદ્યાર્થીઓને 70% કરતાં વધુ માર્કસ લાવવા માટે બોર્ડના પેપરોની પ્રેક્ટિસ ઉપયોગી સાબિત થશે આ બોર્ડ પરીક્ષામાં કેવા પ્રકારના પેપર પૂછાય છે અને તેને કેવી રીતે સોલ્વ કરવાના હોય છે તેનો અનુભવ વિદ્યાર્થીઓને આ પ્રશ્નપત્રો પરથી મળશે ફિઝિક્સ કેમેસ્ટ્રી એકાઉન્ટન્સી બાયોલોજી સાયન્સ ભાષા જેવા વિષયોના પ્રશ્નપત્રોથી પરીક્ષા પદ્ધતિનો અનુભવ મળી શકે છે સીબીએસઈ શાળાઓની શરૂઆતથી જ તેની એકેડમીક વેબસાઈટ ઉપર આગામી વર્ષમાં આવતા સિલેબસ પરીક્ષાની પદ્ધતિ પ્રેક્ટીકલ પરીક્ષાની પદ્ધતિ યોગ્ય વિષયોના સિલેબસમાં થતા ફેરફાર તથા સરકાર દ્વારા શૈક્ષણિક માર્ગદર્શિકા સમયાનુસાર અપલોડ કરવામાં આવતા હોય છે આ પ્રશ્નપત્ર સોલ્વ કરવાથી વિદ્યાર્થીઓને પરીક્ષાની પદ્ધતિનો અભ્યાસ થાય છે. સીબીએસઈ ધો.10 બોર્ડની પરીક્ષા તા.15 થી 13 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. જ્યારે ધો.12 બોર્ડની પરીક્ષા તા.15 થી 2 એપ્રિલ દરમિયાન યોજાશે. સવારે 10:30 થી 1:30 કલાક દરમિયાન પરીક્ષા લેવાશે. તેમજ વિદ્યાર્થીઓને પેપર વાંચન માટે પણ 15 મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવશે. જ્યારે બીજી તરફ સીબીએસઈએ સોશિયલ મીડિયા હેન્ડલ્સની યાદી બહાર પાડી છે. અને સીબીએસઈના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે અને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે તેનાથી સાવધાન રહેવા પણ જણાવ્યું છે.

Box : ધોરણ 12 સાયન્સની 19 ફેબ્રુઆરીથી પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થશે :

ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. અને આગામી 19 ફેબ્રુઆરીથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. જેને લઈ હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર લોગીન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. ધોરણ 12 સાયન્સની 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર લોગીન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે

Most Popular

To Top