Vadodara

શું વડોદરાની સીટનો દિલ્હીની એક હોટલમાં મોટો સોદો થયો છે, શું માલદાર ઉમેદવાર જલ્દી જાહેર થાય છે ?

ભાજપને બદનામ કરતી કોમેન્ટ કરનાર વિવાદીત સ્વેજલ વ્યાસ સામે કોર્પોરેટ પરાક્રમસિંહ જાડેજાની સાઇબર ક્રાઇમમાં ફરિયાદ

વડોદરા : શું વડોદરાની ટિકિટનો દિલ્હીની એક હોટલમાં મોટો સોદો થયો છે? શું માલદાર ઉમેદવાર જલદી જાહેર થાય છે ? તેવી સોશિયલ મીડિયામાં સ્વેજલ વ્યાસે કોમેન્ટ કરી હતી. ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ સામે પણ કોમેન્ટનો મારો ચલાવીને ભારતીય જનતા પાર્ટીને ગદાર કહી બદમાન કરી હતી. જેથી તેઓએ સ્વેજલ વ્યાસ સામે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરમાં વારંવાર વિવાદમાં આવતા સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ ફરી એક વિવાદમાં સંડોવાયા છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે અને આદર્શ આચાર સંહિતાનો પણ અમલ શરૂ થઇ ગયો છે. તેવામાં શહેરમાં ભાજપ તથા સાંસદ રંજનબેન ભટ્ટ વિરોધી બેનરો લાગ્યા હતા. ત્યારબાદ સાંસદ રંજનબેને પણ ચૂંટણી નહી લડવાની ઇચ્છા વ્યક્તિ કરી હતી. જેથી વડોદરાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ત્યારે વડોદરાની ટિકિટને ઘણા ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે સોશિયલ મીડિયા પર લોકસભાની ચૂંટણીના માટે શું વડોદરાની સીટનો દિલ્હીની એક હોટલમાં મોટો સોદો થયો છે ? શું માલદાર ઉમેદવાર જલ્દી જાહેર થાય છે ?? તેવી કોમેન્ટ કરી હતી. ત્યારે સામે ભાજપના પરાક્રમસિંહ જાડેજાએ ગદ્દાર લોકો આવી અફવા ના ફેલાવો તેવો જવાબ કોમેન્ટ રૂપે આપ્યો હતો ત્યારે વિવાદીત ‘સ્વેજલ વ્યાસે પરાક્રમસિંહ જાડેજાને સંબોધીને એવી કૉમેન્ટ કરી હતી કે આલા બાપુ તારી ચોર પાર્ટી લોકો જોડે ગદારી કરે એનો મતલબ તમે બધા ગદાર છે અને અફવા છે કે સાચુ છે એ સમય બતાવશે. અમારા રંજનબહેનને બેસાડી લોકોને વફાદારીનું જ્ઞાન ઠોકવાનું બંધ કર ભાઇ બીજાને ગદારે કહેતા પહેલા તારી પાર્ટીને પુછ . અમે કેટલી પાર્ટીના લોકો જોડે ગદારી કરી કે વફાદારી કરી’. જેથી પાર્ટીને બદનામ કરનાર સ્વેજલ વ્યાસ સામે પરાક્રમસિંહ જાડેજાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top