Business

શહેરમાં ઢોર પકડવા આઉટ સોર્સીંગથી 1.86 કરોડનો ઈજારો આપવામાં આવશે

  • સ્થાયી સમિતિની બેઠકમાં 28 કામો મંજૂરી માટે મુકાયા
  • એજન્ડા ઉપર કુલ 137 કરોડથી વધુના કામો મુકવામાં આવ્યા

સ્થાયી સમિતિની બેઠક આગામી 15 માર્ચના રોજ મળશે જેમાં 28 કામો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા છે. કુલ 137 કરોડથી વધુના કામો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા છે. ખાસ કરીને આ બેઠકમાં શહેરમાં ઢોર પકડવા માટે આઉટ સોર્સીંગથી પકડવા માટે ઈજારો આપવામાં આવશે. જે 1.86 કરોડનો વાર્ષિક ઈજારો આપવા અંગે નિર્ણય લેવામાં આવશે.

ચૂંટણી પહેલા સ્થાયી સમિતિની બેઠકમાં મોટા ભાગના વિકાસના કામોનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને તેના ઉપર સંગઠન સાથે સંકલન કરી ત્વરિત નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આચાર સંહિતા લાગુ પડે તે પહેલા સ્થાયી સમિતિની બેઠક 15 માર્ચના રોજ યોજાશે જેમાં 28 કામો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા છે. કુલ 137.33 કરોડના કામો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને મહાનગરપાલિકા હસ્તકના કુલ-4 ઢોર ડબ્બાની કામગીરી આઉટ સોર્સીગથી  કરવાના વાર્ષિક રૂ. 1,86,88,812 ના અંદાજીત ખર્ચે જાહેરાતમાં અને ટેન્ડરમાં દર્શાવેલ શરતો અને બોલીઓથી દરખાસ્તમાં જણાવેલ સંસ્થાઓ/ NGO ને આપવાનું કામ એજન્ડા ઉપર મુકવામાં આવ્યું છે. આ  કામે થનાર સમગ્ર ખર્ચ ઢોર ડબ્બા શાખા માટે, બજેટ હેડ ઢોરડબ્બા માટે નિભાવણી અને દુરસ્તી તેમજ ઘાસચારા, એનિમલ ટેગિંગ, RFID, દવાઓ વિશેષ કામગીરી માટેનો તમામ ખર્ચ રૂ.4 કરોડ  હેઠળ પાડવા અને વર્ષ દરમ્યાન જો સદર જોગવાઇ અપૂરતી જણાય તો આ કામે રીવાઇઝ્ડ બજેટમાં પૂરતી બજેટ જોગવાઇ કરીવા અંગે મંજૂરી આપવામાં આવશે.

આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસીંગ વિભાગના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ  સયાજીપુરા ટી.પી-2, એફ.પી-53/2ના પ્લોટ પર રેસીડેન્સીઅલ ભાગમાં 434 LIG આવાસોના કામે અગાઉ મંજુર નક્શા મુજબ રેસીડેન્સીઅલ ટાવરમાં 15 લિફ્ટ પૈકી ઇજારદાર મે.ડી.આર.પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. દ્વારા ફક્ત 10 લીફ્ટ નાંખતા તેઓના ખર્ચે અને જોખમે બાકી 5 લિફ્ટ ઇન્સ્ટોલ કરવા ઇજારદાર ટેક્નો ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી દ્વારા ઓફર ભરેલ જે રૂ.65 લાખના ભાવપત્રને મંજુરી આપવાની નું કામ પણ એજન્ડા ઉપર લેવામાં આવ્યું છે. આ ઉપરાંત મકરપુરામાં કોર્પોરેશન પ્રેસની નવી કચેરી બનાવવા, પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા અને નવાપુરા સરદાર માર્કેટ ખાતે નવી વોર્ડ કચેરી બનાવવાનું કામ પણ એજન્ડા ઉપર લેવામાં આવ્યું છે. 

Most Popular

To Top