Vadodara

વડોદરા : લગ્નના બે મહિના સારુુ રાખ્યા બાદ પતિએ પત્નીને કહ્યું તુ મને ગમતી નથી, છુટાછેડા આપી દે

મારા દીકરા માટે કન્યા શોધી લીધી છે તેના બીજા લગ્ન કરાવવા છે તેમ કહી સાસુ સસરાએ પણ ત્રાસ આપવાનુ શરૂ કર્યું

વાડી વિસ્તારમાં રહેતી પરીણીતાના દાહોદના લીમડી ખાતે 1 મે 2023ના રોજ લગ્ન થયા હતા

વડોદરાના વાડી વિસ્તારમાં રહેતી પરીણીતાને લગ્ન દાહોદના લીમડી ખાતે થયા હતા. પરંતુ લગ્નના દોઢ બે મહિનામાં જ પતિએ પરીણીતા સાથે વાત કરવાનું બંધ કર્યું હતું અને તુ મને ગમતી નથી તારે મારી સાથે વાત કરવી નહી તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસુ સસરાને વાત કરતા તેઓએ પણ તુ મારા દીકરાને ગમતી નથી અમે મારા દીકરા માટે બીજી છોકરી શોધી લીધી છે તુ છુટાછેડા આપી દે તેમ કહી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેથી પરીણિતાએ ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે.

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલી રૂકમણીનગર સોસાયટીમાં રહેતા સોનુબેન વણઝારાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મારા લગ્ન 1 મે 2023ના રોજ દાહોદ જિલ્લાના લીમડી ગામે રહેતા નિખીલ વણઝારા સાથે સમાજના રીત રીવાજ મુજબ થયા હતા. કહેવાય છે ને લગ્નના નવ દહાડા સારા તેમ મને પણ દોઢેક મહિના સુધી મારી સાસરીવાળા સારી રીતે રાખી હતી. ત્યારબાદ પતિ સહિત સાસરીયાનું પોત પ્રકાશ્યું હતું. પતિ નિખિલે કોઇ કારણ વિના જ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતું. જ્યારે હુ મારા પતિને પુછુ તો તેઓ મેને અપશબ્દો બોલતા હતા. તારે મારી સાથે આવવુ નહી કે મારી સાથે વાત પણ કરવી નહી તુ મને ગમતી નથી એટલે તુ મને છુટાછેડા આપી દે તેમ કહી શારીરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ મારી સાથે સારુ વર્તન કરતા ન હોય સાસુ સસરાને વાતની જાણ કરી હતી. ત્યારે સાસુ સસરા મારા પર ગુસ્સે થઇ ગયા હતા અને તુ મારા છોકરાને ગમતી નથી છુટાછેડા આપી દે મારા છોકરા માટે બીજી છોકરી જોઇ શોધી લીધી છે. અમારા દીકરાના બીજા લગ્ન કરાવવા છે તેમ કહી પતિ સહિત સાસુ સસરા પતિની ચઢામણી કરીને મારપટી તેઓ મારી મારપીટ કરતા હતા.આમ પતિ સહિત સાસરીયા ભેગા મળીને મારા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હોય પરીણિતાએ ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે.

  • દાદીના મરણ પ્રસંગમાં પરીણીતાને પિયરમાં મુકી ગયા બાદ સાસરીયા તેડવાનું નામ લેતા નથી

23 નવેમ્બરના રોજ પરીણિતાના પિયરમાં તેમના દાદીનું અવસાન થયું હતુ. જેથી પરીણીતા સાથે પતિ પિયરમાં મરણવિધિમાં આવ્યા હતા.અંતિમ સંસ્કારસહિતની વિધિ પૂર્ણ થયા ગયા બાદ પતિ પરત લીમડી ખાતે જતા રહ્યા હતા. ત્યારબાદ દાદીના બારમાના દિવસે પતિ, સાસુ અને સસરા આવ્યા હતા પરંતુ ઘરે પરત પરીણીતાના સાથે તેડી ગયા ન હતા. પરીણીતા સાસરીમાં જવા માગતી હોય માતાપિતાએ સાસુ સસરા સાથે સામાજિકરીતે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પતિ સહિત સાસરીયા તેડી જતા નથી

Most Popular

To Top