Vadodara

વડોદરામાં એન્જિન તથા બોનેટમાં વિદેશી દારૂ સંતાડવાનો બૂટલેગરનો નુશ્ખો નિષ્ફળ

પીસીબીએ રેડ છાણી રામાકાકા ડેરી પાસે ખેતરમાં કારમાંથી કટિંગ કરતી વેળા રેડ કરી 1.37 લાખના દારૂ સાથે બેને દબોચ્યાં, 7.19 લાખનો મુદ્દામાલ કબજે.

કરોડિયા રોડ પર રહેતા બૂટલેગરે દારૂ સંતાડવાના નવો નુસ્ખનો અજમાવ્યો હતો. જેમાં તેણે કારના એન્જિન તથા અલગ અલગ બોડી પાર્ટમાં દારૂની બોટલો સંતાડી હેરાફરી કરતો હતો. જેમાં છાણી વિસ્તારમાં કારના વિવિધ પાર્ટમાંથી દારૂ કટિંગ કરી થેલીમાં ભરતી વેળા જ પીસીબીની ટીમે રેડ કરી 1.37 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બૂટલેગર સહિત બે જણાને ઝડપી પાડ્યા હતા. કાર, સ્કુટર, ત્રણ મોબાઇલ, રોકડ રકમ મળી 7.19 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે છાણી પોલીસને સુપ્રત કરાયો હતો.

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા દારૂની હેરાફેરી રોકવા માટે પ્રોહોબિશન ડ્રાઇવ શરૂ કરાઇ છે. જેના અંતર્ગત પીસીબી પોલીસની ટીમે છાણી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે હેડ કોન્સ્ટેબલ કાળુભાઇ ખાટા તથા હિતેન્દ્રસિંહ ગણપતસિંહન બાતમી મળી હતી કે કરોડીયા રોડ ખાતે રહેતો મોહનસિંગ રણવીરસિંહ શેખાવત એક કારમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરે છે. બુધવારે એક કારના બોનેટ તથા પાછળની લાઇટના પડખાઓમાં વિદેશી દારૂ બોટલો સંતાડીને આવે છે. રામાકાકા ડેરી સામે ટીપી 48 પર અમીત મધુસુદન અમીનના ખાતેર પાસે કારી ઉભી રાખી તેમાંથી દારૂનો જથ્થો મોહનસિંગ શેખાવત અને તેના માણસ ચિરાગ ઉર્ફે વિષ્ણુ રાવળ કાઢી પ્લાસ્ટિકની થેલીઓમાં સગેવગે કરી રહ્યા છે. જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડી કરી હતી. ત્યારે પોલીસે બંને શખ્સો સાથે રાખી તપાસ કરાવતા કારના એન્જિન તથા બોડી પાર્ટસમાં છુપાવી રાખેલો 1.37 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પીસીબીએ દારૂનો જથ્થો, રોકડા રૂપિયા, ત્રણ મોબાઇલ, સ્કુટર અને એક કાર મળી 7.19 લાખનો મુદ્દામાલ સાથે મોહનસિંગ રણવીરસિંહ શેખાવત અને ચિરાગ ઉર્ફે વિષ્ણુ શૈલેષ રાવળની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે છાણી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોહનસિંગ શેખાવત ગુનાઇત ભતકાળ ધરાવે છે. તેન વિરુદ્ધ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વાઘોડિયા,મંજુસર તથા દાહોદ પોલીસ સ્ટેશનમાં મળી 12 ગુના નોંધાયેલા છે. જેમાં એકવાર શેખાવતને પાસા પણ થઇ ચૂકી છે.

Most Popular

To Top