Business

રૂપિયાની લેતીદેતીમાં મકરપુરાના યુવકનું કારમાં અપહરણ,દંડો તથા પાઇપો ઢોર માર માર્યો

મકરપુરામાં સેવઉસળનો ધંધો કરતા યુવકને મહિલાએ તૂ મારા રૂપિયા નહી આપે તો અમે બધા ભેગા મળી તને મારી નાખીશુ તેવી  ધમકી આપી 

મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ  યુવકને મુક્ત કરાવી અપહરણકારોને ઝડપી પાડ્યાં 

પ્રતિનિધિ વડોદરા તા.15
મકરપુરા વિસ્તારમાં રહેતા અને સેવઉસળની ધંધો કરતા યુવકે મહિલા પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. જેની ઉઘરાણી કરીને મહિલા સહિત 6 લોકો દ્વારા યુવકનું કારમાં અપહરણ કરીને મકરપુરા ગામમાં  લઇ ગયા હતા અને દંડો તથા પાઇપ વડે ઢોર માર માર્યો હતો. ત્યારબાદ  મહિલાએ તુ અમારા રુપિયા નહી આપે અમે બધા ભેગા મળીને  તેને મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. જેની જાણ મકરપુરા પોલીસને થતા ગણતરી કલાકોમાં 6 આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરના મકરપુરા ડેપોની પાછળ રહેતા યુવક સેવઉસળનો ધંધો કરે છે. 13 માર્ચને બુધવારના રોજ  સેવઉસળની લારી પર હતો. તે દરમિયાન તારીફ તકદીર શેખ, પરવેશ શેખ, આરીફ શેખ ત્રણ જણા ( રહે.વલ્લભ કોલોની  મકરપુરા ગામ વડોદરા) આવ્યા હતા અને હજી અમારા બાકીના રૂપિયા કેમ આપતો નથી તેમ કહીને આરીફ શેખ સહિતના લોકોએ ખેંચીને યુવકને કારમાં જબરદસ્તી બેસાડી અપહરણ કર્યું હતું અને તેમના વલ્લભ કોલોની મકરપુરા ગામમાં લઇ ગયા હતા. ત્યાં આરોપી કરીશ્માના ભાઇ સલમાન ઘાંચી સહિતના લોકોએ યુવકને  ડંડા તથા પાઇપ વડે ઢોર માર માર્યો હતો. ત્યારબાદ કરીશ્માએ પણ યુવકને પટ્ટા વડે માર મારીને તુ મારા  રૂપિયા માંગવી લે નહીતર તને આજે અમે બધા ભેગા મળીને મારી નાખીશુ તેમ કહ્યું હતું. ત્યારબાદ મનિષ દળવી સહિતના યુવકને મકરપુરા ડેપો પાસે લઇ ગયા હતા  ત્યારબાદ તેને બળજબરી પૂર્વ રૂપિયા કઢાવી લેવા ખોટા કેસોમાં ફસાવી દેવાની  તથા જાનથી મારી નાખવાની ધમકી આપી મુઢમાર માર્યો હતો. જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપીકો કલમ 365,389,323,506(2),120(બી) તથા જીપી એક્ટની કલમ 135 મુજબ ગુના દાખલ કરીને  અપહરણ કરનાર 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
બોક્સ – પકડાયેલા  આરોપીઓના નામતારી ઉર્ફે આકાશ તકદીર શેખ (રહે. વલ્લભ કોલોની મકરપુરા ગામ, વડોદરા )મનિષ ઉર્ફે કાલુ સંજય દળવી ( રહે સોમનાથ નગર તરસાલી, વડોદરા ) પરવેઝ તકદીર શેખ (રહે. વલ્લભ કોલોની મકરપુરા ગામ, વડોદરા ) આરીફ ઉર્ફે બાબા અલ્લાઉદ્દીન શેખ (રહે. વલ્લભ કોલોની મકરપુરા ગામ, વડોદરા ) મોહસીન મહેબુબ હુસેન બાગબાની (રહે. અબુઆ એવન્યુ સનફાર્મા રોડ તાંદલજા, વડોદરા)કરીશ્મા તારીક  શેખ ( રહે. વલ્લભ કોલોની મકરપુરા ગામ, વડોદરા )
બોક્સ- માતાએ દીકરાના  અપહરણ કરાયુ હોવાની કંટ્રોલમાં જાણ કરીઅપહૃત યુવકની માતાએ કંટ્રોલમાં વરધી આપી હતી કે મારો દીકરો તરસાલી બાજુમાં સેવઉસલની લારી પર નોકરી કરે છે અને ત્યાં રહે છે. તારીફ શેખ, સલમાન, તથા કરીશ્મા શેખ તેના બાકી પડતા રૂપિયા માટે કારમાં અપહરણ કરી લઇ ગયા હતા.  
બોક્સ-  મકરપુરા પોલીસે વિવિધ ટીમો બનાવી યુવક-અપહરણ કારોને શોધી કાઢ્યાં  કંટ્રોલ દ્વારા મકરપુરા પોલીસને વરધી આપતા પોલીસની ટીમ એક્ટિવ થઇ ગઇ હતી. જેમાં અપહરણ કારોનું લોકેશન ટ્રેસ કરતા મકરપુરા બતાવતુ હતું. જેથી મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે એન પરમારે વિવિધ ટીમો બનાવી યુવક અને અપણકારોને શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસની ટીમોએ ગણતરીના કલાકોમાં યુવકને અપહરણ કારોના ચુંગાલમાં પોલીસે મુક્ત કરાવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 



Most Popular

To Top