Gujarat

રાજ્યમાં મહાપાલિકાની ૫૭૬ બેઠકો માટે સામસામે રેલી સાથે આક્રમક પ્રચાર યુદ્ધ શાંત

GANDHINAGAR : રાજયમાં અમદાવાદ સુરત , જામનગર , રાજકોટ ,વડોદરા અને ભાવનગર મનપાની ૫૭૬ બેઠકો માટે આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્રમક પ્રચાર કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં ૨૦ કિમી કરતાં વધુ લાંબી પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની ( C R PATIL ) બાઈક રેલી ( BIKE RALLY) યોજાઈ હતી.

તેવી જ રીતે કોંગ્રેસ દ્વારા પણ અમદાવાદમાં વિવિધ મતવિસ્તારોમાં રેલી યોજવામાં આવી હતી. મધ્ય ગુજરાત અને વડોદરામાં બન્ને પક્ષોની રેલી સામ સામે આવી જતાં મારા- મારી સાથે અથડામણ થવા પામી હતી. બીજી તરફ કોંગ્રેસના પીઢ નેતા સ્વ. અહેમદ પટેલના ( AHEMAD PATEL) પુત્ર ફૈઝલ પટેલે ( FAIZAL PATEL) પણ છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.જો કે વધતી જતી મોંઘવારી અને પેટ્રોલના વધેલા ભાવો અંગે શહેરીજનોમાં અંદરખાને નારાજગી જોવા મળી રહી છે, જોવાનું એ છે કે તે ભાજપની વિરૂધ્ધમાં મતોમાં પલ્ટાય છે કે નહીં?

છ મનપામાં ૧૪૪ વોર્ડમાં ૫૭૬ બેઠકો સમાવેશ થાય છે. જે પૈકી અમદાવાદ મનપામાં ૧૯૨ બેઠકો , સુરતમાં ૧૨૦ બેઠકો , વડોદારામાં ૭૬ બેઠકો , રાજકોટમાં ૭૨ બેઠકો , ભાવનગરમાં ૫૨ બેઠકો અને જામનગરમાં ૬૪ બેઠકોનો સમાવેશ થાય છે.કુલ ૨૨૭૬ ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહયા છે.સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન થશે , જેના મટે ઈવીએમનો ઉપયોગ કરાશે. રાજયમાં છમનપાની ચૂંટણી માટે સલામતીના સધન પગલા લેવામા આવ્યા છે.તા.૨૧મી ફેબ્રુ.ના રોજ ૧.૧૨ કરોડમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.જેના માટે ૧૧૪૭૭ મતદાન મથકો ઉભા કરવામા આવ્યા છે. જે પૈકી સંવોદનશીલ મતદાન મથકોની સંકયા ૩૮૫૧ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧૬૫૬ જેટલી છે.

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ વાગ્યે શાંત થઇ ચુક્યો છે. રવિવારે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થસે અમદાવાદના 48 વોર્ડમાં 192 સીટ માટે આશસે 46 લાખ જેટલા  મતદારો મતદાન કરશે. આજ સાંજથી સોશિયલ મીડિયા ( SOCIAL MEDIA) અને ખાનગી બેઠકો કરી અને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે. અંતિમ દિવસે ભાજપ ( BHAJAP) અને કોંગ્રેસ( CONGRESS) પક્ષે વિવિધ મહાનગરોમાં અલગ અલગ વિસ્તારોમાં લાંબી લાંબી રેલીઓ કરીને મતદાતાઓને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો.

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ વાગ્યે શાંત થઇ ચુક્યો છે. રવિવારે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થસે અમદાવાદના 48 વોર્ડમાં 192 સીટ માટે આશસે 46 લાખ જેટલા  મતદારો મતદાન કરશે. આજ સાંજથી સોશિયલ મીડિયા અને ખાનગી બેઠકો કરી અને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે. અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ પક્ષે વિવિધ મહાનગરોમાં અલગ અલગ વિસ્તારોમાં લાંબી લાંબી રેલીઓ કરીને મતદાતાઓને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top